UP-બિહારમાં વહેલી સવારે વિરોધ પ્રદર્શન
સમસ્તીપુરમાં ટ્રેન સળગાવાઈ, બલિયામાં વાહનોની તોડફોડ
સમસ્તીપુરમાં ટ્રેન સળગાવાઈ, બે કોચ ખાખ
બિહારમાં ત્રીજા દિવસે પણ કેન્દ્રની અગ્નિપથ યોજનાનો વિરોધ ચાલું રહ્યો છે. 9 જિલ્લામાં હિંસક દેખાવો થઈ રહ્યા છે. સમસ્તીપુરમાં દેખાવકારોએ પેસેન્જર ટ્રેનને આગ ચાંપી દીધી હતી. બક્સર અને નાલંદામાં ટ્રેક જામ કર્યો હતો. આગચંપી બાદ અરાહમાં રસ્તા પર ટ્રાફિકજામ કરવામાં આવ્યો છે. પ્રદર્શનકારીઓ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.કેન્દ્રની અગ્નિપથ યોજના સામે બિહારમાં ત્રીજા દિવસે પણ હિંસક વિરોધ જારી રહ્યો છે. 13 જિલ્લામાં ઉગ્ર હિંસક પ્રદર્શન કરવામાં આવ્યું છે. પ્રદર્શનકારીઓએ સમસ્તીપુર અને લખીસરાયમાં પેસેન્જર ટ્રેનને આગ ચાંપી હતી.
જ્યારે, બક્સર અને નાલંદામાં રેલવે ટ્રેક પર આગ ચાંપવામાં આવી છે. આગચંપી બાદ આરામાં રસ્તા પર ચક્કાજામ કરવામાં આવ્યો છે.રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ વૈશાલીના હાજીપુર રેલવે સ્ટેશન પર તોડફોડ કરી હતી. સમસ્તીપુરમાં પ્રદર્શનકારીઓ જમ્મુ તાવી-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનમાં આગ ચાંપવામાં આવી હતી. આગ લાગવાની ઘટનામાં ટ્રેનની બે કોચ નષ્ટ થઈ ગઈ હતા. હાજીપુર-બરૌની રેલ્વે લાઇનના મોહિઉદ્દીનનગર સ્ટેશન પર પણ આગચંપી થઈ છે. પ્રદર્શનકારીઓ સવારે 6 વાગ્યાથી ટ્રેક પર ઉભા હતા. રેલવેએ દરેક જગ્યાએ ટ્રેનો રોકી દીધી છે. ઘણી ટ્રેનો પણ રદ કરવામાં આવી છે.પ્રદર્શનકારીઓએ સમસ્તીપુરમાં જમ્મુ તાવી-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનને આગ ચાંપી દીધી હતી. જેમાં ટ્રેનના બે કોચ સળગીને ખાખ થઈ ગયા હતા. જો કે આ અકસ્માતમાં કોઈ મુસાફરને ઈજા થઈ ન હતી.
નાલંદામાં પણ પ્રદર્શનકારીઓએ રેલ્વે ટ્રેકને આગ ચાંપી દીધી હતી. આર્મી ભરતી ઉમેદવારોએ રાજગીર-બખ્તિયારપુર રેલ્વે લાઇનના પાવાપુરી ફાટક પર ટ્રેક જામ કરી દીધો. NH-20 પર ચક્કાજામ કર્યો હતો. જેના કારણે બંને તરફ વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી.બેગુસરાયના લખમીનિયા સ્ટેશન પર દોખાવકારોએ ટાયરો સળગાવીને રેલ્વે ટ્રેક પર આગ લગાવી હતી અને સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા.ગુરુવારે 17 જિલ્લામાં યુવાનો રસ્તા અને ટ્રેક પર ઉતરી આવ્યા હતા. પ્રદર્શનકારીઓએ છપરા, કૈમુર અને ગોપાલગંજમાં 5 ટ્રેનોને આગ ચાંપી દીધી હતી. 12 ટ્રેનોમાં તોડફોડ કરવામાં આવી હતી. એકલા છાપરામાં જ 3 ટ્રેનોને આગ ચાંપી દેવામાં આવી હતી. મુસાફરો પોતાનો જીવ બચાવીને ભાગી છૂટ્યા હતા. છાપરામાં પ્રદર્શનની સૌથી વધું અસર થઈ હતી.