વર્ષોના હવામાનમાં થતી ક્રિયાના પ્રતાપે આકાર પામેલો કડીયા ધ્રો પ્રકૃતિની શ્રેષ્ઠ રચના છે
સ્થાનિકના ફોટોગ્રાફર દ્વારા પ્રથમ વખત આ સ્થળને વિશ્વ ફલક પર મુકવામાં આવ્યું હતું
આંખોને અકલ્પનિય તૃપ્તિ આપતું સ્થળ એટલે કડીયા ધ્રો
ગુજરાત ભરમાં ચોમાસું જામ્યુ છે અને ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે, તેવામાં કચ્છના નખત્રાણા વિસ્તારમાં આવેલું સુંદર સ્થળ કડીયા ધ્રોના આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે. ભૂજથી 35 કિલોમીટર દૂર કોડકી માર્ગે આવેલું કડીયા ધ્રો સેંકડો વર્ષો દરમ્યાન હવામાનના પ્રતાપે આકાર પામ્યો છે.
કચ્છના પર્યટન સ્થળમાં પણ કડિયા ધ્રો અદકેરું સ્થાન ધરાવે છે. વર્ષોના હવામાનમાં થતી ક્રિયાના પ્રતાપે આકાર પામેલો કડીયા ધ્રો પ્રકૃતિની શ્રેષ્ઠ રચના છે. કારણ કે, તળિયા વગરની આ જમીન પર કોતરોમાં બારેમાસ પાણી જોવા મળે છે અને ચોમાસાની ઋતુમાં વરસાદ પડતાં કુદરતી કોતરો અંદરના પાણી પહાડો સાથે સમાંતર સ્તરે આવી જાય છે એ દરમ્યાન તેમાં વસવાટ કરતા મગરો અન્ય નદીનાળા તરફ પ્રયાણ કરે છે. જોકે વરસાદી પાણી કોતરોની વચ્ચેથી નીચે ધોધ રૂપી વહી નીકળતા અદભુત દ્રશ્યો સર્જાય છે.
કચ્છ એટલે મેરુ, મહેરામણ અને મરું ભૂમિનો પ્રદેશ. એટલે જ અહીં કુદરતી મહેર અને કહેર બાદ પણ ભૌગોલિક રચના થકી જન્મેલી સુંદરતાના કારણે કચ્છડો બારે માસ બોલાય છે. એવા સૂકા મલકમાં આંખોને અકલ્પનિય તૃપ્તિ આપતું સ્થળ એટલે કડીયા ધ્રો. ભૂજથી 35 કિલોમીટર દૂર કોડકી માર્ગે આવેલો કડીયા ધ્રો કુદરતની ક્લાત્મકતાનું ઉત્તમ ઉદાહરણ સમો એક છે. નખત્રાણા તાલુકામાં આવેલો કડીયા ધ્રો સેંકડો વર્ષો દરમ્યાન હવામાનના પ્રતાપે આકાર પામ્યો છે.
તળિયા વગરની જમીન પર કોતરોમાં બારેમાસ પાણી જોવા મળે છે અને ચોમાસાની ઋતુમાં વરસાદ પડતાં કુદરતી કોતરો અંદરના પાણી પહાડો સાથે સમાંતર સ્તરે આવી જાય છે. એ દરમિયાન તેમાં વસવાટ કરતા મગરો અન્ય નદીનાળા તરફ પ્રયાણ કરી જાય છે. જોકે વરસાદી પાણી કોતરોની વચ્ચેથી નીચે ધોધ રૂપી વહી નીકળતા અદભુત દ્રશ્યો સર્જાય છે.
સ્થાનિકના ફોટોગ્રાફર દ્વારા પ્રથમ વખત આ સ્થળને વિશ્વ ફલક પર મુકવામાં આવ્યું હતું. ત્યાર બાદ 2021 માં અમેરિકાના ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા તેને વિશ્વના 52 ફરવા લાયક સ્થળોની શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યું હતું. અહીં ફરવા આવતા લોકો પ્રકૃતિ પ્રેમીઓને સ્થાનિક લોકો પૂરતું માર્ગદર્શન પૂરું પાડી મદદરૂપ બનતા રહે છે. આ સ્થળ કચ્છના પર્યટનસ્થળમાં અદકેરું સ્થાન ધરાવે છે.