અહીં તળાવની અંદર આવ્યું છે ઉંધા ઝાડનું વન
કઝાકિસ્તાનમાં આવ્યું છે આ ‘લેક કેન્ડી’
લોકોનું ફરવાનું સૌથી પસંદ સ્થળ છે
અત્યાર સુધી તમે દુનિયાભરમાં ઘણા તળાવો વિશે સાંભળ્યું હશે, પરંતુ આજે અમે તમને એક એવા તળાવ વિશે જણાવીશું, જેની અંદર આખું જંગલ છવાયેલું છે. આ વિચિત્ર તળાવનું નામ ‘લેક કેન્ડી’ છે અને તે કઝાકિસ્તાનમાં છે. લેક કેન્ડી કઝાકિસ્તાનના પ્રખ્યાત પર્યટન સ્થળોમાંનું એક છે અને તેની સુંદરતા લોકોને આશ્ચર્યચકિત કરે છે.
જ્યારે તમે તળાવમાં જુઓ છો, તો તેની અંદર એક આખું જંગલ વસેલું છે અને તમને લાગશે કે પાણીમાં ઝાડ ઉગી રહ્યા છે. વાસ્તવમાં, તળાવમાં લાકડાના થાંભલા બહાર આવ્યા છે, જે વૃક્ષોનો ભાગ છે. આ બાકીના વૃક્ષો પાણીમાં ડૂબી ગયા છે. તે તળાવની અંદર વૃક્ષોના જંગલ જેવું છે.હવે તમે આ તળાવની કહાની સાંભળીને દંગ રહી જશો. કહેવાય છે કે વર્ષ 1911માં એક ભયંકર ભૂકંપ આવ્યો હતો, જેના પછી આખો વિસ્તાર પાણીથી ભરાઈ ગયો હતો અને વૃક્ષોથી ભરેલું જંગલ પણ પાણીમાં ડૂબી ગયું હતું.
આ તળાવ સમુદ્ર સપાટીથી લગભગ 2,000 મીટરની ઉંચાઈ પર સ્થિત છે અને કઝાકિસ્તાનના અલ્માટી શહેરથી 291 કિલોમીટર દૂર છે.લેક કેન્ડી વિશે બીજી ખાસ વાત એ છે કે તેનું પાણી ખૂબ ઠંડું છે અને તે વૃક્ષો માટે રેફ્રિજરેટરની જેમ કામ કરે છે. આ તળાવ શિયાળાની ઋતુમાં આઇસ ડાઇવિંગ અને માછીમારી માટે લોકોનું પ્રિય સ્થળ છે.