- આ પાંચ જગ્યાની મુલાકાત લઈ બનાવો યાદગાર
- 5 રોમેન્ટિક ડેસ્ટિનેશન્સનો બનાવો પ્લાન
- જાણો બેસ્ટ હનીમૂન ડેસ્ટિનેશન વિશે
જ્યાં કપલ્સને લગ્નને લઈને ઘણા સપના હોય છે તો ત્યાં જ લગ્ન બાદ ફરવા ક્યાં જવું તેને પણ તે ખાસ બનાવવાનો પ્રયત્ન કરે છે. કપલ્સ હંમેશા ઈચ્છે છે કે તે કોઈ એવી જગ્યા પર હનીમૂન પર જાય જ્યાની યાદો તે જીવન ભર સાથે રાખી શકે. એવામાં આજે અમે તમને એવા જ રોમેન્ટિક હનીમૂન વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
- હંપી
હંપી કર્ણાટકમાં બસેલુ એક પ્લેસ છે. જેનો સંબંધ ઈતિહાસથી છે. જો તમે પોતાના પાર્ટનર સાથે શાંતિ અને સુકૂનના ક્ષણ પસાર કરવા માંગો છો તો અહીં જરૂર જઈ શકો છો. અહીં જુના ખંડેર અને ચટ્ટાન ખૂબ સુંદર લાગે છે.
- તવાંગ
ભારત અને તિબ્બતની વચ્ચે સમુદ્ર તળથી 10,000 ફૂટની ઉંચાર પર તવાંગ આવેલું છે. બરફથી ઘેરાયેલું તવાંગ આજકાલ કપલ્સની વચ્ચે ફરવા માટે ખૂબ પસંદ કરવામાં આવે છે. અહીં જગ્યા જગ્યા પર સુંદર નજારા જોવા મળે છે. અહીં તમને સુંદર પહાડ, ઝરણા અને ઝીલ જોવા મળશે.
- દાર્જીલિંગ
દાર્જીલિંગ આમ તો ચાના બગીચા માટે ફેમસ છે. પરંતુ તે બેસ્ટ હનીમૂન ડેસ્ટિનેશનના રૂપમાં પણ જાણીતું છે. તેને ‘ક્વીન ઓફ હિલ્સ’ પણ કહેવામાં આવે છે. હનીમૂન પર જો તમે જવાના છો તો અહીં ચાના બગીચા, નદીઓ અને સુંદર નજારાઓની મજા માણી શકો છો.
- તિરૂવનન્તપુરમ
કેરળનું તિરૂવનન્તપુરમ કપલ્સના ફરવા માટે ખાસ છે. આ સુંદર હનીમૂન ડેસ્ટિનેશનને પૂર્વના વેનિસ કહેવામાં આવે છે. અહીં આખા વર્ષમાં ભારતીય પર્યટકોનો જમાવડો લાગેલો રહે છે. પાર્ટનરની સાથે પ્રાઈવેટ સમય પસાર કરવા માટે અહીં ફરવાના સારા ઓપ્શન મળી જશે.
- અંડમાન એન્ડ નિકોબાર
જો તમે કોઈ સમુદ્રી વિસ્તારની આજુબાજુ ફરવા માંગો છો તો તમે અંડમાન અને નિકોબાર માટે પેકિંગ કરી શકો છો. અહીં સમુદ્ર કિનારાની રેત, તાડના ઝાડ, સ્કૂબા ડાઈવિંગ, ગ્લાસ બોટ રાઈડ અને વિંડ સર્ફિંગ તમારા હનીમૂનને ખાસ બનાવી દેશે.