ભારતમાં ઘણા બધા પર્યટન સ્થળો છે. કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી ભારતમાં ઘણા સુંદર સ્થળો છે, જ્યાં હવામાનના આધારે જઈ શકાય છે. જો તમે તમારા બાળકોની સાથે ઉનાળાની રજાઓમાં ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ આર્ટિકલ તમારા માટે ઉપયોગી થશે. આજના આ આર્ટિકલમાં અમે તમને એવા સ્થળો વિશે જણાવીશું જે ઉનાળાની ઋતુમાં પણ ઠંડી રહે છે. એટલા માટે જો તમારે ઉનાળામાં ઠંડીનો અહેસાસ કરવો છે, તો આ સ્થળોએ ફરવાનો પ્લાન બનાવી લો.
લદ્દાખ
એડવેન્ચર પ્રેમીઓ માટે લદ્દાખ સ્વર્ગ સમાન છે. આ સ્થળ તેમના ખરબચડા પહાડી પ્રદેશો, સ્વચ્છ તળાવો અને ઊંચા-ઊંચા પર્વતો માટે જાણીતું છે. લદ્દાખ ફરવાનો સૌથી સારો સમય મેથી સપ્ટેમ્બર સુધીનો હોય છે. ઉનાળામાં અહીંનું તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે છે.
સિક્કિમ
અહીં જૂનમાં તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસથી 23 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહે છે. અહીં તમે યુમથાંગ વેલી ફરવા જઈ શકો છો. તેને વેલી ઓફ ફ્લાવર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિવિધ પ્રકારના ફૂલો અને ઘાસના મેદાનોથી ભરેલા આ સ્થળનો નજારો ઉનાળામાં અદભૂત હોય છે. એપ્રિલના અંતથી લઈને જૂનના મધ્ય સુધીના મહિના દરમિયાન, ખીણ રંગબેરંગી ફૂલોથી ભરાઈ જાય છે.
કન્યાકુમારી
ઉનાળામાં અહીંનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે છે. જ્યારે ભારતના અન્ય ભાગોમાં ઉનાળો રહે છે, ત્યારે અહીં દિવસભર વાદળછાયું રહે છે. આ સુંદર સ્થળ તેના લોકેશન માટે જ નહીં, પરંતુ તેના સારા હવામાન માટે પણ લોકપ્રિય છે. અહીં તમારે વિવેકાનંદ રોક મેમોરિયલ, કન્યાકુમારી બીચ, તિરુવલ્લુવર સ્ટેચ્યુ, અવર લેડી ઑફ રેન્સમ ચર્ચ અને સુનામી મેમોરિયલન જોવા જરુર જાઓ.
આ ઉપરાંત તમે બેંગલુરુ, શિલોંગ, ઉટી અને શ્રીનગર જેવા સ્થળોએ પણ ફરવાનો પ્લાન બનાવી શકો છો. ઉનાળાની ઋતુમાં આ સ્થળોએ તાપમાન 20થી 25 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે છે.