જો કોઈ વિદેશ પ્રવાસ પર જવાનો પ્લાન હોય, તો સૌથી પહેલા મનમાં વિઝા આવે છે. વિઝા મેળવવા માટે ભારે સંઘર્ષ કરવો પડે છે. શું તમે જાણો છો કે દુનિયાના કેટલાક એવા દેશ છે જ્યાં બહુ ઓછા કેસમાં વિઝા રિજેક્ટ થાય છે. અથવા તમે કહો કે અહીં મુસાફરી કરવા માટે વિઝા સરળતાથી ઉપલબ્ધ છે. તેમના વિશે જાણો…
ઇટાલી: ઇટાલી ફરવા માટેનું એક શ્રેષ્ઠ પર્યટન સ્થળ છે. આ દેશમાં જવા માટે વિઝા સરળતાથી મળી જાય છે અને ખાસ વાત એ છે કે અહીંના વિઝા ઝડપથી રિજેક્ટ થતા નથી.
ગ્રીસ: આ એક એવો દેશ છે જે તેની વિઝા મંજૂરીની ઊંચી ટકાવારી માટે જાણીતો છે. પ્રવાસની દૃષ્ટિએ ગ્રીસ એક સુંદર પર્યટન સ્થળ છે, કારણ કે અહીં ઘણી આકર્ષક જગ્યાઓ છે. અહેવાલો અનુસાર, આ દેશ માટે શેંગેન વિઝા જરૂરી છે.
સ્વિત્ઝરલેન્ડઃ કુદરતી સૌંદર્યથી ભરપૂર સ્વિત્ઝરલેન્ડમાં આવા અનેક દ્રશ્યો છે, જેને જોઈને દરેક વ્યક્તિ દિવાના થઈ જાય છે. સ્વિત્ઝર્લેન્ડ વિશ્વમાં સ્વર્ગ ગણાય છે. આ દેશમાં પણ વિઝા ભાગ્યે જ રિજેક્ટ થાય છે. સુંદર લોકેશન અને વિઝાની શ્રેષ્ઠ સુવિધાને કારણે અહીં વિદેશી પ્રવાસીઓ મોટી સંખ્યામાં પહોંચે છે.
ફિનલેન્ડઃ તેને દુનિયાનો સૌથી ખુશ દેશ માનવામાં આવે છે કારણ કે અહીં ઘણા સુંદર તળાવો છે. ખૂબ ઓછા અસ્વીકારને કારણે, ફિનલેન્ડ વિઝા સરળતાથી ઉપલબ્ધ છે. ફિનલેન્ડની પ્રાકૃતિક સુંદરતા જોઈને કોઈપણ વ્યક્તિ પાગલ થઈ શકે છે.