સુંદર તસ્વીરો જોઈને ત્યાં એક વખત ફરવા જવાનું મન દરેક લોકોનું થતું હોય છે
ભારતમાં આવી છે હુબહુ વિદેશની જગ્યાઓ જેવી દેખાય છે
ભારતની એક એવી જગ્યા છે જે સ્વિટ્ઝરલેન્ડથી પણ ઘણી વધુ સુંદર દેખાય છે
તમારા ફોનમાં અને લેપટોપમાં ઘણી વખત કોઈ સુંદર જગ્યાની તસ્વીરો તમે જોઈ હશે અને જોઇને જ તમને એમ થઇ ગયું હશે કે કાશ એ જગ્યા ભારતમાં હોત તો ફરી આવત. આવી સુંદર તસ્વીરો જોઈને ત્યાં એક વખત ફરવા જવાનું મન દરેક લોકોનું થતું હોય છે. પણ એ બધી તસ્વીરો વિદેશની અલગ અલગ જગ્યાઓની હોય છે તેથી ઘણા લોકો મન મારી દે છે, પણ આજે એમે તમને થોડી એવી જગ્યાઓ વિશે જે હુબહુ આવી વિદેશની જગ્યાઓ જેવી દેખાય છે પણ ખરેખરમાં તે ભારતમાં આવી છે.
થાઈલેન્ડ અને લક્ષદ્વીપ – Thailand and Lakshadweep
દરેક લોકોની ઈચ્છા હોય છે કે તે કોઈ આઈલેન્ડમાં ફરવા જાય પણ તેની માટે તમારે થાઈલેન્ડ જવાની જરૂર નથી કારણકે એક સુંદર આઈલેન્ડ ભારતમાં પણ આવેલ છે. તમે લક્ષદ્વીપ જઈને આઈલેન્ડની મજા માણી શકો છો.
સહારા રણ અને થાર રણ – The Sahara Desert and The Thar Desert
રણમાં ઊંટની સવારી એક એવી વસ્તુ છે જેનો એક વખત અનુભવ લેવો જરૂરી છે અને બેસ્ટ રણમાં ઊંટની સવારી થાર રણમાં થાય છે પણ આ અનુભવ તમે ભારતના સહારા રણમાં એ લઇ શકો છો.
બ્રાઝીલ અને કૂર્ગ – Brazil and Coorg
જો તમને કોફી પીવાનો શોખ છે તો તમને ખબર હશે દુનિયાની બેસ્ટ કોફી બ્રાઝીલમાં મળે છે પણ હવે બેસ્ટ કોફી પીવા માટે વિદેશ જવાની જરુર નથી. કારણકે ભારતમાં આવેલ કુર્ગ પણ કોઈ વિદેશથી ઓછુ નથી.
સ્વિટ્ઝરલેન્ડમાં આલ્પ્સ અને ઉત્તરાખંડમાં ઔલી – Alps in Switzerland and Auli in Uttarakhand
સ્વિટ્ઝરલેન્ડમાં આવેલ આલ્પ્સ કોઈ સ્વર્ગથી ઓછી નથી દેખાતી, ઘણા લોકોને ત્યાં જવાની ઈચ્છા હોય છે પણ બજેટ નથી હોતું. પણ આવી જ એક જગ્યા ભારતમાં પણ આવેલ છે એવી ખબર પડે તો? હા, ભારતના ઉત્તરાખંડમાં ઔલી એક એવી જગ્યા છે જે સ્વિટ્ઝરલેન્ડથી પણ ઘણી વધુ સુંદર દેખાય છે. ગઢવાઢ હિમાલયમાં આવેલ આ જગ્યા શિયાળામાં કોઈ સ્વર્ગથી ઓછી નથી દેખાતી.
બેલ્જિયમ માં ટુમોરોલેન્ડ અને ગોવા માં સનબર્ન – Tomorrowland in Belgium and Sunburn in Goa
જો તમે પાર્ટી કરવાનો અનોખો શોખ ધરાવો છો તો તમે બેલ્જિયમ માં આવેલ ટુમોરોલેન્ડ વિષે જરૂરથી સાંભળ્યું હશે, ઘણા લોકોની ત્યાં જવાની ઈચ્છા હશે પણ વિદેશ જવા માટેનું બજેટ નહીં હોય. પણ ભારતમાં એ આવી જગ્યા આવેલ છે જે પરત માટે ઘણી ફેમસ છે અને એ જગ્યા છે ગોવામાં યોજાતું સનબર્ન ફેસ્ટીવલ. જ્યાં એક વખત જરૂર મુલાકાત લેવી જોઈએ.