જોકે, કેટલીકવાર ગ્રુપ ટૂર પર કેટલાક પડકારોનો પણ સામનો કરવો પડે છે. ઘણીવાર એકસાથે આખું ગ્રુપ કોઈને કોઈ રીતે મુશ્કેલીમાં ફસાઈ જાય છે. એટલા માટે હંમેશા સલાહ આપવામાં આવે છે કે તમારે પૂરી પ્લાનિંગની સાથે જ ગ્રુપ ટૂર પર જવું જોઈએ. આજના આ લેખમાં અમે તમને કેટલીક એવી જ નાની-નાની ટિપ્સ વિશે જણાવી રહ્યા છીએ, જેને તમારે ગ્રુપ ટૂર પર જતી વખતે ધ્યાનમાં રાખવી જોઈએ-
પ્લાનિંગ કરો
જ્યારે પણ તમે ગ્રુપ ટૂર પર જાઓ ત્યારે તેનું યોગ્ય પ્લાનિંગ કરવું ખૂબ જ જરૂરી છે. વાસ્તવમાં, તમે ઘણા લોકો એકસાથે બહાર જવાના છો, તો આવી સ્થિતિમાં તમારે હોટેલના બુકિંગથી લઈને ટ્રાન્સપોર્ટેશન વગેરેની સંપૂર્ણ માહિતી અગાઉથી જ મેળવી લેવી જોઈએ. ઘણીવાર ગ્રુપ ટૂરમાં તમને સારું ડિસ્કાઉન્ટ પણ મળી જાય છે, એટલા માટે તમારે આ બધી બાબતો વિશે માહિતી પણ મેળવી લેવી જોઈએ.
જવાબદારી વહેંચી લો
ગ્રુપ ટૂરને વધુ કમ્ફર્ટેબલ બનાવવાની એક સરળ રીત છે તમે બધી જવાબદારીઓ અંદરોઅંદર વહેંચી લો. ઉદાહરણ તરીકે, એક વ્યક્તિ હોટેલ બુકિંગની જવાબદારી લે છે તો બીજી વ્યક્તિ ટ્રાન્સપોર્ટેશની વ્યવસ્થા કરી શકે છે. એ જ રીતે, એક વ્યક્તિને તમે નાસ્તાની જવાબદારી સોંપી શકો છો. જ્યારે દરેક વ્યક્તિની પાસે એક જ જવાબદારી હશે, તો તેનાથી ગ્રુપ ટૂર પ્લાન ખૂબ સરળ બની જશે.
વોટ્સએપ ગ્રુપ બનાવો
ગ્રુપ ટૂર દરમિયાન કોઈપણ પ્રકારનું કન્ફ્યૂઝન ન થાય, એટલા માટે દરેકની સાથે કોમ્યુનિકેશન જાળવી રાખવી જરૂરી છે. જો તમે ઈચ્છો તો ગ્રુપ કોમ્યુનિકેશન માટે એક અલગ વોટ્સએપ ગ્રુપ બનાવી શકો છો, જેમાં તમે ટ્રાવેલ સંબંધિત તમામ માહિતી અથવા અપડેટ્સ શેર કરી શકો છો. એટલું જ નહીં તમામ સભ્યોના આઈડીની સોફ્ટ કોપી પણ તેમાં જરુર શેર કરો, જેથી જ્યારે પણ જરૂર હોય ત્યારે તેનો ઉપયોગ કરી શકાય.
ખર્ચનો હિસાબ રાખો
જ્યારે તમે ગ્રુપ ટૂર પર જઈ રહ્યા છો, ત્યારે કોઈપણ વ્યક્તિ ગમે ત્યાં પણ ખર્ચ કરી દે છે. જેના કારણે બજેટ તો બગડે જ છે, પરંતુ પાછળથી પૈસાનો હિસાબ રાખવામાં પણ સમસ્યા થાય છે. આવી સ્થિતિમાં તમે તમારા ફોનમાં તમામ ખર્ચની વિગતો રાખવાનો પ્રયાસ કરો. ઉપરાંત તેને તમારા ગ્રુપ ટૂરના તમામ સભ્યો સાથે શેર કરો. આનાથી પાછળથી પૈસાની લેવડ-દેવડમાં કોઈપણ પ્રકારની કોઈ સમસ્યા થશે નહીં.