કેરળના કોઝિકોડમાં આવેલ બેયપોર બીચ પર ફ્લોટિંગ બ્રિજ બનાવાયો
રાજ્યના ટુરિઝમ વિભાગ દ્વારા કરવામાં આવી છે સુવિધા
સોશિયલ મીડિયામાં વિડીયો કરવામાં આવ્યો પોસ્ટ
વેકેશન અને રજાનો સમય આવે અટલે લોકો ફરવા નિકળી જતાં હોય છે, ખાસ કરીને લોકો ફરવા માટે બીચની પહેલી પસંદ કરતાં હોય છે, જ્યારે ફરવાઈ વાત આવે ત્યારે કેરળને કેમ ભૂલી જવાય વર્ષ દરમિયાન દેશ ભરના લાખો લોકો કેરળમાં ફરવા માટે આવે છે. ત્યારે હવે કેરળમાં ફરવાના શોખીનો માટે વધુ એક વસ્તુનો ઉમેરો કરવામાં આવ્યો છે. હવે કેરળના કોઝિકોડમાં આવેલ બેયપોર બીચ પર આવતા પ્રવાસીઓ મોજા પર ચાલવાનો અનુભવ માણી શકશે.હા, તમે તે સાચું વાંચ્યું છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, ડિસ્ટ્રિક્ટ ટૂરિસ્ટ પ્રમોશન કાઉન્સિલ (DTPC) અને બંદર વિભાગની મદદથી રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા આ બીચ પર ફ્લોટિંગ બ્રિજની સ્થાપના કરવામાં આવી છે.
ANI દ્વારા ટ્વીટર પર ફ્લોટિંગ બ્રિજ પર મસ્તી કરતા પ્રવાસીઓનો વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. ટૂંકી ક્લિપમાં, મોજાં પ્રમાણે પુલ ઉછળ્યો અને પડ્યો.આ પુલ 100 મીટર લંબાઇ અને 3 મીટર પહોળાઈ ધરાવે છે અને તે હાઇ-ડેન્સિટી પોલિઇથિલિન (HDPE) બ્લોક્સથી બનેલો છે. તે એક સમયે 500 લોકોને લઈ જઈ શકે છે, પરંતુ હાલમાં લાઈફ જેકેટ પહેરેલા માત્ર 50 લોકોને જ મંજૂરી છે. વધુમાં, પુલના છેડે 15 મીટર પહોળું પ્લેટફોર્મ છે જે સમુદ્ર સુધી વિસ્તરે છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર બ્રિજની મુલાકાત લેવાનો સમય સવારે 11 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીનો છે.