આપણી ઉંમર ભલે ગમે તેટલી હોય, રજાઓમાં વોટર પાર્ક જવાનો અનુભવ ક્યારેય ભૂલી શકતા નથી. પાણીમાં રમતી વખતે આપણે આપણી બધી તકલીફો ભૂલી જઈએ છીએ. બાળકો માટે તો આ જગ્યા સ્વર્ગ સમાન છે. આવા સ્થળે મિત્રો અને પરિવારની સાથે મોજ-મસ્તી કરવાની મજા જ કંઈક અલગ હોય છે.
જો તમે સુરતમાં બાળકોની સાથે વીકેન્ડમાં વોટર પાર્કમાં જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ આર્ટિકલ તમારા માટે ઉપયોગી થશે. આજના આ આર્ટિકલમાં તમને સુરતના કેટલાક ફેમસ વોટર પાર્ક વિશે વિગતવાર માહિતી આપીશું.
વન્ડર વેવ્ઝ વોટર પાર્ક
- આ વોટર પાર્ક સુરતના સૌથી સારા વોટર પાર્કમાંથી એક છે.
- લોકેશન- કાઈનેક્સ વોટર પાર્ક, બ્રિજ, ગોથાણ, સુરત
- ટિકિટની કિંમત- સોમવારથી શુક્રવાર સુધી 499 રૂપિયા ચૂકવવા પડશે.
- બાળકોની ટિકિટની કિંમત 299 રૂપિયા છે.
- શનિવાર અને રવિવારે ટિકિટની કિંમત – 549 રૂપિયા છે.
- શનિવાર અને રવિવારે બાળકો માટે ટિકિટની કિંમત – 399 રૂપિયા
બ્લુ બબલ વોટર પાર્ક
- સોમવારથી શુક્રવારની વચ્ચે જાઓ છો, તો ટિકિટના તમારે 349 રૂપિયા ચૂકવવા પડશે.
- શનિવાર અને રવિવારે તમારે 399 રૂપિયા ચૂકવવા પડશે.
- સમય- સવારના 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી
- લોકર અને કપડાં માટે તમારે અલગથી પૈસા ચૂકવવા પડશે.
- લોકેશન- મધર ગામ, સાયન, સુરત
ડાયમંડ સિટી વોટર પાર્ક
એક્વામેજિકા
- લોકેશન- સિવની રોડ, કામરેજ – કડોદરા રોડ, સુરત
- સમય- સવારના 10 વાગ્યાથી સાંજના 5:30 સુધી
- પુખ્ત વયના લોકો માટે ટિકિટની કિંમત- 650 રૂપિયા
- બાળકો માટે ટિકિટની કિંમત – 550 રૂપિયા
- આ ગુજરાતમાં પરિવારની સાથે ફરવા માટેનું શ્રેષ્ઠ સ્થળમાંનું એક છે.
- અહીં જો તમે પરિવારની સાથે જઈ રહ્યા છો અને પેકેજ ટિકિટ બુક કરાવો છો, તો તમને સસ્તું પડશે. આ વોટર પાર્ક બુધવારે લોકો માટે ખાસ ઓફર લઈને આવ્યું છે. બુધવારે વોટર પાર્કમાં એન્ટ્રી કરવા પર વ્યક્તિ દીઠ ફી 599 રૂપિયા છે.
- જો તમે રાઇડ્સની સાથે વોટર પાર્કમાં મજા માણવા માંગો છો, તો તમને પેકેજમાં લંચ ફ્રી મળશે. આમાં પ્રતિ વ્યક્તિ પેકેજ ફી 899 રૂપિયા છે
- સમય- સવારે 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી તમે અહીં જઈ શકો છો.
- રાઈડ્સ માટે તમને સવાર 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી જ સુવિધા મળે છે.