Travel Tips: દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચારધામની યાત્રા કરવા માટે જાય છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવે છે. દર વખતની જેમ આ વખતે પણ લોકો ચારધામ યાત્રા માટે ખૂબ ઉત્સાહિત છે. આ વર્ષે એટલે કે 2024માં 10 મેના રોજ ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ ખુલતાની સાથે ચાર ધામ યાત્રાની શરૂઆત થઈ જશે. જો તમે પણ ચાર ધામની યાત્રાએ જઈ રહ્યા છો તો જાણી લો તમારે કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
ચારધામની યાત્રાએ જતાં પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
હેલ્થ ચેકઅપ કરાવી લો
ખરેખર આ યાત્રામાં ઘણા એવા રસ્તા હોય છે જ્યાં ઘણી ઉંચાઈ હોય છે, જેના કારણે ઘણા લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. આવી સ્થિતિમાં ચારધામની યાત્રાએ જતાં પહેલા તમારું હેલ્થ ચેકઅપ જરુર કરાવી લો.
આધાર કાર્ડ અથવા ટ્રાવેલ પાસ સાથે રાખો
જો તમે યાત્રા કરી રહ્યા છો, તો આ દરમિયાન તમારું આધાર કાર્ડ અથવા ટ્રાવેલ પાસ ટ્રાવેલિંગ બેગમાં જરુર રાખો.
104 હેલ્પલાઈન પર કરો સંપર્ક
જો તમને મુસાફરી દરમિયાન માથાનો દુખાવો, ધબકારા વધી જવા, ચક્કર આવવા, ઉલટી થવી, ગભરહાટ, ઉધરસ, થાક, શ્વાસ લેવામાં તકલીફ, હાથ, પગ અને હોઠ વાદળી રંગના થવા જેવા અન્ય લક્ષણો અનુભવાય છે તો તેની અવગણના ન કરો, આવી સ્થિતિમાં તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા હેલ્પલાઈન નંબર 104 પર સંપર્ક કરો.
ટ્રાવેલિંગ બેગમાં આ વસ્તુઓ રાખો
તમારી બેગમાં ઉધરસની દવાઓ, આયોડીન, પેઈનકિલર, એન્ટીબાયોટિક્સ, શરદી અને તાવની ગોળીઓ જરુર રાખો.
આરામ જરુરી
તીર્થસ્થળ પર પહોંચતા પહેલા રસ્તામાં એક દિવસનો આરામ જરુર કરો.
ભૂખ્યા પેટ ન રહો
પગપાળા મુસાફરી દરમિયાન વચ્ચે આરામ કરો. પેટ ખાલી ન રાખો અને વચ્ચે વચ્ચે પાણી પીતા રહો.