IRCTC સાઉથમાં ફરવાનો આપી રહી છે
IRCTCએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે
દક્ષિણની મુસાફરીનો આનંદ માણો
જો તમે આવનારા દિવસોમાં ક્યાંય પણ ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો રેલવે તમારા માટે એક ખાસ પેકેજ લઈને આવ્યું છે. આ પેકેજમાં તમને સાઉથમાં ફરવાનો મોકો મળશે. તમે મદુરાઈ, રામેશ્વરમ, કન્યાકુમારી, તિરુવનંતપુરમ જેવા સુંદર સ્થળોએ ફરવાની મજા માણી શકો છો. જણાવી દઈએ આ પેકેજ 6 દિવસનું હશે. IRCTCએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે.
IRCTCએ તેના ઓફિશિયલ ટ્વીટમાં લખ્યું છે કે દક્ષિણની મુસાફરીનો આનંદ માણો. IRCTC એર ટૂર પેકેજની સાથે તમે મદુરાઈ, ત્રિવેન્દ્રમ, વિશાખાપટ્ટનમ અને વધુ બધુ એક્સપ્લોર કરી શકો છો. આ પેકેજ 6 દિવસ અને 5 રાતનું હશે.
ચેક કરો પેકેજની ડિટેલ્સ
પ્રસ્થાન તારીખ – 12 ઓગસ્ટ 2022
ફ્લાઇટ ક્યાંથી મેળવવી – વિશાખાપટ્ટનમ એરપોર્ટ
કેટલા દિવસનું હશે ટૂર – 6 દિવસ
ડેસ્ટિનેશન કવર્ડ – વિશાખાપટ્ટનમ, મદુરાઈ, રામેશ્વરમ, કન્યાકુમારી, તિરુવનંતપુરમ
કેટલો ખર્ચ થશે – 32350 રૂપિયા પ્રતિ વ્યક્તિ
ક્લાસ – કંફર્ટ
આ પેકેજમાં ખર્ચની વાત કરીએ તો પ્રતિ વ્યક્તિ 43330 રૂપિયા ખર્ચ કરશો. આ ઉપરાંત ડબલ ઓક્યુપેન્સી માટે વ્યક્તિ દીઠ રૂ. 33770, ટ્રિપલ ઓક્યુપન્સી માટે રૂ. 32350 પ્રતિ વ્યક્તિ ખર્ચ થશે. આ સિવાય જો બાળકની ટિકિટની વાત કરીએ તો 2 થી 11 વર્ષ સુધીના ચાઈલ્ડ વિથ બેડ માટે પ્રતિ બાળક 28225 રૂપિયાનો ખર્ચ થશે. ત્યાં જ ચાઈલ્ડ વિધાઉટ બેડ પ્રતિ બાળક 24270 રૂપિયા લેવામાં આવશે.
આ પેકેજ વિશે વધુ માહિતી માટે તમે સત્તાવાર લિંકની મુલાકાત લઈ શકો છો bit.ly/3b72hYp. અહીં તમને આ પેકેજ સંબંધિત તમામ માહિતી મળશે. આ સિવાય તમે ફોન નંબર 8287932318, 8287932227 પર પણ સંપર્ક કરી શકો છો.
પેકેજમાં શું મળશે
આવવા જવા માટે એર ટિકિટ
એસી હોટલમાં રહેવાની વ્યવસ્થા
4 બ્રેકફાસ્ટ અને 5 ડિનર
આ ઉપરાંત ગમે ત્યાં જવા માટે એસી વાહનની સુવિધા પણ હશે.
ટ્રાવેલ ઈન્શ્યોરન્સ