આપણાં ગુજરાતમાં પણ ઘણી જગ્યાઓ પર ધોધ જોવા મળે છે
આવી જ એક છુપાયેલી જગ્યાઓ માંથી એક છે ઝરવાણીનો ધોધ
અમદવાદથી આ જગ્યા માત્ર 203 કિમી દૂર આવેલી છે
ગુજરાતમાં ફરવાલાયક સ્થળો તો ઘણા છે અને પ્રવાસીઓ માટે ગુજરાત એક આકર્ષણનું કેન્દ્ર છે. ગુજરાતનાં અલગ અલગ સ્થળોની અલગ અલગ સુંદરતા અને મહત્વ છે. ધાર્મિક રીતે અઢળક મંદિરો અને ફરવા માટે મનમોહી લે એવા કુદરતી દ્રશ્યોથી ભરપૂર ગુજરાતમાં ચોમાસાનું આગમન તો થઈ ગયું છે. ગુજરાતમાં વરસાદનું આગમન થાય એટલે કેટલાક વિસ્તારો અને જગ્યા સર્વગથી ઓછી નથી દેખાતી.
ધોધ કે ઝરણા જોવા માટે લોકો જે ગુજરાતની બહાર ફરવા જાય છે એમને જણાવી દઈએ કે આપણાં ગુજરાતમાં પણ ઘણી જગ્યાઓએ ધોધ જોવા મળે છે જ્યાં જઈને તમે એ વહેતા પાણીનો ખૂબ આનંદ ઉઠાવી શકો છો. આજે અમે તમને એક એવાજ ધોધ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જ્યાંની સુંદરતા તમારું મન મોહી લેશે અને તમે એક સેકન્ડ માટે વિચારવા લાગશો કે આ મારુ જ ગુજરાત છેને..
નર્મદા જિલ્લા વિશે આપણે ઘણું સાંભળ્યું છે નર્મદા જિલ્લો આ નામ સાંભળીએ એટલે ફક્ત સરદાર સરોવર ડેમ કે પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી આ બે નામ જ મગજમાં આવે પણ નર્મદા જિલ્લા એવી ઘણી જગ્યાઓ આવેલી છે કે જે ખૂબ ઓછી જાણીતી છે અને ઘણા લોકોને નથી ખબર પણ એ જગ્યાઓ ખૂબ જ સુંદર છે. આવી જ એક છુપાયેલી જગ્યાઓ માંથી એક છે ઝરવાણીનો ધોધ.
ક્યાં આવેલ છે?
નર્મદા ડેમ સાઇટ પર રાજપીપળાથી કેવડિયા કોલોની તરફ 28 કિલોમીટર દુર અને થાવડીયા ચેકપોસ્ટથી 7 કિલોમીટર દુર આવેલ છે. તે શુલપેનશ્વર વન્યજીવ અભયારણ્યની અંદર આવેલું છે જે વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિના ભાગનું ઘર છે. અમદવાદથી આ જગ્યા માત્ર 203 કિમી દૂર આવેલી છે. ધોધ સુધી પંહોચવા માટે વડોદરા થઈને જ જબુ પડે છે સાથે જ વડોદરાથી એ જગ્યા પર પંહોચવા માટે બસ પણ મળી રહે છે.
આકર્ષણનું કેન્દ્ર
જો કે નર્મદા જીલ્લો ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમ માટે ઘણું પ્રખ્યાત છે પણ હાલ આ સુંદર જગ્યા લોકો માટે ધીરે ધીરે આકર્ષણનું કારણ બની રહ્યું છે. ત્યાં જવાવાળા લોકો તો એમ પણ કહે છે કે ડેમ જોવામાં મજા આવે તેના કરતા વધુ મજા મજા ઝરવાણીનો ધોધ જોવામાં આવે છે. સાથે જ ચોમાસામાં આ ધોધની મુલાકાત અચૂક લેવા જેવી હોય છે.
આસપાસ ફરવાલાયક સ્થળો
ઝરવાણી ધોધથી 100 કિમી જેટલું દુર નિનાઈ ધોધ પણ આવેલ છે. સાથે જ ત્યાં આસપાસ શૂલપાણેશ્વર મંદિર અને અભયારણ, રાજપીપળામાં આવેલ હરસિદ્ધિ માતાનું મંદિર, કરજણ ડેમ, કેવડિયામાં આવેલો નર્મદા ડેમ અને ખાસ કરીને સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો આનંદ તમે માણી શકો છો.