ટ્રાવેલિંગ દરમિયાન લોકોને અનેક સમસ્યાઑ થતી હોય છે
ટ્રાવેલમાં જેતે વસ્તુ ખાવાને કારણે લોકોને કબજિયાત જેવી સમસ્યા થાય છે
આવી સમસ્યાથી બચાવ આ ટિપ્સ કરો ફોલો
ફરવું કોને ન ગમે? ફરવાનું દરેક વ્યકતીને ખૂબ પસંદ હોય છે. પરંતુ ટ્રાવેલ કરતી વખતે ઘણા લોકોને ઘણી સમસ્યા થતી હોય છે. ત્યારે ખાસ કરીને લોકોને વોમીટ અને કબજિયાત જેવી સમસ્યાઓ વધારે થતી હોય છે. કબજિયાત એક એવી સમસ્યા છે, જેનાથી આપણા દેશના જ નહીં, પરંતુ દુનિયાના કરોડો લોકો પરેશાન છે. કબજિયાતને કારણે એસિડિટી, માથાનો દુખાવો, ગેસ, અનિદ્રા જેવી બીજી સમસ્યાઓ પણ સર્જાઈ શકે છે. જો ટ્રાવેલિંગ દરમિયાન તમને કબજિયાત જેવી સમસ્યા થાય છે, તો હવે આ ઉપાય ટ્રાય કરશો તો ચોક્કસથી તમને પરિણામ દેખાશે.
કેટલી કવાર લોકો તેમના સ્વાસ્થ્યની કાળજી લીધા વિના મુસાફરી કરતી વખતે કંઈપણ ખાય છે. જે વસ્તુઓ શરૂઆતમાં સ્વાદિષ્ટ લાગે છે, તે પછીથી શરીરમાં કબજિયાત અથવા પેટ ફૂલવું જેવી સમસ્યાઓ ઊભી કરે છે. કેટલાક લોકોને મુસાફરીમાં આવા રહેવાની આદત પડી જાય છે.
જીરું પાણી:
જે લોકોને વારંવાર પેટ સંબંધિત સમસ્યાઓ હોય છે, તેમને મુસાફરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવા લોકો રોજ જીરું પાણી પીવાનું શરૂ કરે છે. આ માટે એક મોટી ચમચી જીરું લો અને તેને એક ગ્લાસ પાણીમાં ગેસ પર ઉકાળો. તેમાં હિંગ અને કાળું મીઠું ઉમેરો. જ્યારે આ પાણી ઠંડુ થઈ જાય ત્યારે તેને ચૂસકી-ચુસક પીવો.”
હાઇડ્રેટેડ રહો:
જો તમે મુસાફરી કરી રહ્યા હોવ અને તમને લાગે કે કબજિયાત અથવા પેટનું ફૂલવું તમને પરેશાન કરી શકે છે, તો પછી સમગ્ર પ્રવાસ દરમિયાન થોડી માત્રામાં પાણી પીતા રહો. એટલું જ નહીં, ઘરમાં રહીને પણ તમારે દરરોજ ઓછામાં ઓછું 3 લીટર પાણી પીવું જોઈએ. કબજિયાતની સમસ્યાને દૂર કરવા માટે આ શ્રેષ્ઠ ઉપાય છે.
ગ્રીન ટી પીવોઃ
આજકાલ લોકો સ્વસ્થ રહેવા માટે અનેક ટ્રિક અજમાવે છે, જેમાંથી એક ગ્રીન ટી છે. જો તમે દરરોજ સવારે ખાલી પેટ તેને પીશો તો પેટ સંબંધિત સમસ્યાઓ તો દૂર થશે જ, સાથે જ તમે વજન પણ ઘટાડી શકશો
આમળા કેન્ડીઃ
જો કે તમારે રોજ આમળાની કેન્ડી ખાવી જોઈએ, પરંતુ મુસાફરી દરમિયાન તેને તમારી બેગમાં રાખવાનું ભૂલશો નહીં. જ્યારે પણ તમને પેટ ફૂલવાની સમસ્યા લાગે તો તેને તરત જ ખાઓ