શું તમે વિદેશ પ્રવાસ કરવા માંગો છો, પરંતુ બજેટના કારણે તેમ કરી શકતા નથી, તો વાંચો આ સમાચાર. અમે એવા વિદેશી સ્થળો વિશે જણાવી રહ્યા છીએ જ્યાં તમે 35-50 હજારમાં ફરવા જઈ શકો છો.
સિંગાપોરઃ જો તમે ફરવાની સાથે-સાથે શોપિંગ, સ્વાદિષ્ટ ભોજન ખાવાના શોખીન છો તો સિંગાપોર તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. અહીં યુનિવર્સલ સ્ટુડિયો ઉપરાંત તમને સુંદર બીચ પણ ગમશે. તમે 40 થી 50 હજાર રૂપિયા ખર્ચીને અહીં ફરવા જઈ શકો છો.
મ્યાનમારઃ તેની સુંદરતાના કારણે મ્યાનમારની ગણતરી શ્રેષ્ઠ પર્યટન સ્થળોમાં થાય છે. અહીં ફરનારાઓમાં ભારતીયોની સંખ્યા નોંધપાત્ર છે. જો તમે પણ આ દેશની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો તમે 35 થી 45 હજાર રૂપિયામાં અહીં જઈ શકો છો.
થાઈલેન્ડ: થાઈલેન્ડ માત્ર ભારતીયો માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના લોકો માટે ફરવા માટેનું શ્રેષ્ઠ સ્થાન છે. અહીંના આધુનિક શહેરો અને સાંસ્કૃતિક વારસો લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. આ ઉપરાંત સુંદર બીચ અને નાઈટલાઈફ પણ તેનું ગૌરવ છે. તમે અહીં 45 થી 50 હજાર રૂપિયામાં ફરવા જઈ શકો છો.
શ્રીલંકા: અલબત્ત, છેલ્લા 2 વર્ષથી આર્થિક સંકટને કારણે શ્રીલંકા ઘણા પડકારોમાંથી પસાર થયું છે, પરંતુ આ દેશ પ્રવાસીઓ પર આધારિત છે. તમને અહીંની સંસ્કૃતિ, સુખદ વાતાવરણ, ભોજન અને સુંદર લેન્ડસ્કેપ ગમશે. તેના રેતાળ બીચ પણ સારા છે. અહીં ફરવા માટે એક વ્યક્તિને 35 થી 40 હજારનો ખર્ચ થાય છે.
ઇજિપ્તઃ જો તમે ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવાના શોખીન છો, તો તમને ઇજિપ્તથી સારો વિકલ્પ નહીં મળે. આ દેશ તેની સંસ્કૃતિ અને ઈતિહાસ માટે પ્રખ્યાત છે. અહીં તમને નાઇલ નદી, ભવ્ય પિરામિડ અને ઘણા પ્રાચીન મંદિરો અને મસ્જિદો જોવા મળશે. લગભગ 50 હજારના બજેટમાં તમે અહીં ફરવા જઈ શકો છો.
વિયેતનામઃ વિયેતનામમાં પણ પ્રવાસીઓની સંખ્યા ઘણી છે. સુંદર નદીઓ, દરિયાકિનારા અને બૌદ્ધ મંદિરોની પસંદગી અહીં લોકોને આકર્ષે છે. આ સિવાય તમને આ દેશમાં ખાવાનો સારો વિકલ્પ પણ મળે છે. તમે 30 થી 40 હજાર રૂપિયામાં આ દેશમાં જઈ શકો છો.