ફરવાના શોખીન હોવ તો એકવાર કરવી જ જોઈએ ભારતની 5 ‘રોડ ટ્રિપ’
આ રસ્તાઓ પર જન્નત જેવો અહેસાહ થશે
જંગલથી લઇ પહાડો અને હાઇવેની માણો મજા
દુનિયામાં મોટા ભાગના લોકો ફરવાના શોખીન હોય છે. જેના લીધે વિશ્વના કરોડો પ્રવાસીઓ દુનિયાના ખૂણે ખૂણામાં ફરવા માટે જાય છે. આપણા દેશમાં રખડપટ્ટી કરવી એક શોખ માનવામાં આવે છે. યંગસ્ટર્સમાં રોડ ટ્રીપ પર જવું ફેશન બની ગઈ છે. આજના લોકો બાઈક રેલી હોય કે કાર, પરિવારની સાથે હોય કે લોંગ ડ્રાઈવ દરેક રીતે ફરવાના શોખીન બની ગયા છે. આજે તમને ઈન્ડિયાના 10 રોડ ટ્રીપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છે
લેહ-લદ્દાખ
લેહ-લદ્દાખની ટ્રીપ દુનિયાની સૌથી ઊંચી રોડ ટ્રીપમાંની એક માનવામાં આવે છે. હિમાલયના બર્ફીલા પહાડો અને ખીણોનો સંગમ લેહ-લદ્દાખનો આત્મા છે.
અમદાવાદથી કચ્છ-
અમદાવાદથી કચ્છ જતી વખતે કચ્છના રણની ધરતીનો આનંદ અનેરો છે. આ રસ્તો વન્યજીવો માટે આરક્ષિત જંગલોમાંથી નીકળે છે.
મુંબઈથી ગોવા
રોડ ટ્રીપમાં જવું હોય તો મુંબઈથી ગોવા સૌથી બેસ્ટ ઓપ્શન માનવામાં આવે છે. કારથી 10 કલાકના અંતરે મનમોહક પહાડી પ્રદેશ વચ્ચે તમારા મનને ખુશ કરી દેશે. બોલિવુડ ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’નું એક ગીતનું શુટિંગ પણ અહીં થયું છે.
શિલોંગથી ચેરાપુંજી
નોર્થે ઈસ્ટની સૌથી મનમોહક જગ્યા માનવામાં આવે છે. શિલોંગથી નીકળી ચેરાપુંજીનો રસ્તો પ્રકૃતિનો ગોદમાં સમાઈ જશો. શિલોંગથી ચેરાપુંજીની રોડટ્રીપને ઈન્ડિયાના 10 ટ્રીપમાંથી એક માનવામાં આવે છે, જેમાં નોર્થ ઈસ્ટનું કલ્ચર, પહાડી એરિયા, ખુલ્લું આકાશ, ઊંચાં વૃક્ષો, ચાનાં બગીચા, નદીઓ, ઝરણાંનો અહેસાસ કરી શકશો.
દિલ્હીથી આગરા વાયા એક્સપ્રેસ
દિલ્હીથી આગરાની રોડટ્રીપને કારની ફુલ સ્પીડ, ખાલી મેદાન, ઉપરથી વરસાદી માહોલ અને ખુલ્લા આકાશ વચ્ચે આ ટ્રીપની મજા તમારા દિલને ખુશ કરી દેશે.