અત્યાર સુધી તમે મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા વિશે જ જાણતા હશો. પરંતુ શું તમે જાણો છો કે આખા ભારતમાં કેટલા ગેટવે છે, જેનું પોતાનું ઐતિહાસિક મહત્વ છે. જો તમે નથી જાણતા તો આ લેખમાં અમે તમને ભારતના ઐતિહાસિક ગેટવે વિશે જણાવીશું.
બુલંદ દરવાજા, ફતેહપુર સીકરી: બુલંદ દરવાજા ઉત્તર પ્રદેશના ફતેહપુર સીકરીમાં સ્થિત છે. આ ઐતિહાસિક દરવાજો મુઘલ સમ્રાટ અકબર દ્વારા 1575માં ગુજરાત પર તેમની જીતની ઉજવણી કરવા માટે બનાવવામાં આવ્યો હતો.
સિકંદરા ગેટ, આગ્રાઃ આ દરવાજો તાજમહેલ શહેર આગ્રામાં છે. તેનું નિર્માણ કાર્ય મુઘલ સમ્રાટ અકબર દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. આ ગેટની આસપાસ તમને ઘણા સુંદર નજારા જોવા મળશે.
ઈન્ડિયા ગેટ, દિલ્હીઃ ઈન્ડિયા ગેટ સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે. લોકો અહીં આવીને ફોટોગ્રાફ્સ લેવાનું ભૂલતા નથી. પરંતુ શું તમે જાણો છો કે પહેલા વિશ્વ યુદ્ધમાં શહીદ થયેલા 70,000 સૈનિકોના નામ ઈન્ડિયા ગેટ પર લખેલા છે.
ભડકલ દરવાજો, ઔરંગાબાદ: આ દરવાજો અહમદનગરના મુર્તઝા નિઝામશાહના વજીર મલિક અમ્બરે બનાવ્યો હતો. આ ઔરંગાબાદનો સૌથી જૂનો દરવાજો છે. આ દરવાજો પ્રખ્યાત હોવાની સાથે સાથે આખા શહેરમાં સૌથી મોટો છે.