કેરળમાં ચોમાસામાં કુદરતી સોંદર્ય ભરપૂર
ત્યાના પહાડી વિસ્તારો તમારું મન મોહી લેશે
કલા અને સંસ્કૃતિની અનેક જગ્યાઓ આવી છે
શું તમે ચોમાસાની સિઝનમાં કેરળની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? કેરળમાં સુંદરતા ખુબ ભરપુર છે, કેરળની સંસ્કૃતિ અને જીવનશૈલીને જોવા જેવી છે. આમ જોવા જઈએ તો કેરળમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં નજારો અદ્ભૂત લાગે છે, પરંતુ જતાં પહેલાં તેના વિશેની માહિતી મળી જાય તો સફર વધુ રોમેન્ટિક બની રહેશે. કેરળ ચોમાસાની ઋતુમાં એકદમ લીલુંછમ અને સુંદર બની જાય છે. આ દિવસોમાં તમને પ્રવાસીઓની સારી ભીડ જોવા મળી શકે છે, તેથી જતા પહેલા હોટલ અને પરિવહન બુક કરવાનું ભૂલશો નહીં. આવો જાણીએ કે કેરળમાં એવું શું જોવા લાયક છે જે તમારું દિલ અને મન મોહી લેશે.
વિશ્વ પ્રસિદ્ધ કોચી
જો તમે કેરળ જઈ રહ્યા છો, તો કોચીની મુલાકાત લેવાનો પ્લાન જરૂર બનાવો. કોચી તેની સુંદરતા અને વિશ્વ પ્રસિદ્ધ મંદિરો માટે જાણીતું છે. કેરળમાં એવા ઘણા મંદિરો છે જે લગભગ 80-100 વર્ષ જૂના છે. આ મંદિરો પર ખુબ સરસ મીનાકારી કરવામાં આવી હતી.
તિરુવનંતપુરમ
સૌથી સુંદર ધાર્મિક સ્થળ તિરુવનંતપુરમ છે. અહીં ઘણા ભવ્ય મંદિરો જોવા મળશે. આ મંદિરોના શિલ્પો, સ્થાપત્ય અને પરંપરાઓ એવી છે કે તમે પુસ્તકોમાં પણ ઘણીવાર વાંચ્યું નહીં હોય. તિરુવનંતપુરમમાં આવેલું પદ્મનાભસ્વામી મંદિર ભારતનું સૌથી પ્રસિદ્ધ અને સૌથી જૂનું મંદિર છે, જેમાં ભગવાન વિષ્ણુની મૂર્તિને સજાવવામાં આવી છે. અહીંની મુલાકાત લેવાનું ભૂલશો નહીં.
વયનાડ
કેરળમાં જ્યાં એક તરફ હરિયાળી જોવા મળે છે, ત્યાં બીજી તરફ ખીણો પણ છે. વયનાડ એક પર્વતીય વિસ્તાર છે ત્યાની પહાડીઓ તમારું દિલ જીતી લેશે. કેરળનું સૌથી પ્રખ્યાત ફરવાલાયક સ્થળ વયનાડ શહેરથી ઘણું દૂર છે, જ્યાં તમને પ્રદૂષણ પણ જોવા નહીં મળે. જો તમે પર્વતમાળાઓમાં ફરવા માંગો છો, તો આ તમારા માટે શ્રેષ્ઠ સ્થળ હશે. મોટાભાગના નવા પરિણીત યુગલો અને યુવાનો અહીંની મુલાકાત લેવાનું વિચારે છે. તમારે અહીં જતા પહેલા હોટલનું પ્રી-બુકિંગ કરાવવું પડશે જેથી તમારે અસુવિધાનો સામનો ન કરવો પડે.