વરસાદની સાથે ટ્રાવેલની મજા લેવા ઈચ્છો છો તો ગોવા બેસ્ટ છે
દૂધસાગર હરિયાળીની વચ્ચેથી મુખ્ય ઝરણું પસાર થાય છે
ઐતિહાસિક ચર્ચ છે જે પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે
દેશના અનેક ભાગમાં ચોમાસું દસ્તક દઈ રહ્યું છે. આ સમયે જો તમે આ વરસાદની સાથે ટ્રાવેલની મજા લેવા ઈચ્છો છો તો ગોવા તમારા માટે બેસ્ટ જગ્યા બની શકે છે. તમે અહીં આસપાસની જગ્યાઓ વિશે વિચારી રહ્યા હોવ તો તમે પ્રાકૃતિક સુંદરતાની સાથે સાથે વોટરફોલ અને નાઈટલાઈફ અને 3ડી લેઝર શોને પણ માણી શકો છો. વરસાદની સીઝનમાં આ જગ્યા અનેરો આનંદ આપે છે. તે પરફેક્ટ ડેસ્ટિનેશન બને છે. તો જાણો અહીં આસપાસ ફરવાની જગ્યાઓ વિશે પણ.
જો તમે ઝરણા જોવાનું પસંદ કરો છો તો ગોવા બેસ્ટ ડેસ્ટિનેશન બની શકે છે. અહીં દૂધસાગર હરિયાળીની વચ્ચેથી મુખ્ય ઝરણું પસાર થાય છે. વરસાદમાં તેની સુંદરતા વધે છે. વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરીમાં તે આવેલું છે. જંગલના રસ્તે તમે અહીં પહોંચી શકો છો. ગોવામાં ચોમાસામાં ફરવા માટે તાંબડી સુરલા ફોલ્સ, ચોરલા ફોલ્સ, સકલા-વજ્ર વોટરફોલ્સ, નેત્રાવલી વોટરફોલ્સ પણ તમને મંત્રમુગ્ધ કરી શકે છે.
ગોવા સુંદર સમુદ્ર તટને માટે જાણીતું છે. અહીં અનેક શાનદાર બીચ છે. તમે અહીં ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. તેમાં ફેમસ બીચની વાત કરીએ તો બાગા બીચ, કલંગુટ બીચ, કોલ્વા બીચ, અરામબોલ બીચ,મંડ્રેમ બીચ, મોરઝિમ બીચ, સિંકેરિમ બીચ, અશ્વમ બીચ, કૈવેલોસિમ બીચ અને અગોંડા બીચ પણ છે. આ જગ્યાઓ સાંજના સમયે ખાસ દ્રશ્યો પાથરે છે. અહીં તમે ફોટોગ્રાફીની મજા પણ લઈ શકો છો.
ગોવામાં અનેક ઐતિહાસિક ચર્ચ છે જે પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. તેમાં સૌથી વધારે પ્રસિદ્ધ બેસિલિકા ઓફ બોમ જીસસ છે. આ ગોવાનું પ્રાચીન ચર્ચ છે. જ્યાં મોટી સંખ્યામાં લોકો આવે છે. આ સિવાય અહીં સેન્ટ કૈથેડલ, ચર્ચ ઓફ અવર લેડી ઓફ દ માઉન્ટ, સેન્ટ કાજેટન ચર્ચ અને માઈ ડી ડ્યૂસ ચર્ચ છે. જે ધાર્મિક અને સાંસ્કૃતિક સુંદરતાનો સંગમ છે.
ગોવાની અનેક જગ્યાઓએ નાઈટલાઈફને એન્જોય કરવા માટે સેંકડો ક્લબ બન્યા છે. આ સમયે સાઉથ ગોવાની લેપર્ડ વેલી નવું સ્પોટ બનીને સામે આવી રહ્યું છે. અહીં મોટી સંખ્યામાં પર્યટક નાઈટ લાઈફને એન્જોય કરવા માટે પહોંચે છે. અહીં 3ડી લેઝર લાઈટ શો અને સારું મ્યુઝિક લોકોની ટ્રિપને યાદગાર બનાવી શકે છે. અનેક બીચ પર તો પાર્ટીઓ પણ થાય છે. તેની પણ અલગ મજા હોય છે.