કેટલાક દેશની આર્થિક પ્રગતિના રસ્તા જ પ્રવાસન ક્ષેત્ર પર આધારિત છે
કેટલીક જગ્યાઓ જોઈને તો લોકો ચોકી જાય છે
અમેરીકામાં આવેલ ધ કોર્ન પેલેસ છે અનોખુ
દુનિયાભરમાં પ્રવાસન વિસ્તરી રહ્યું છે. કેટલાક દેશની આર્થિક પ્રગતિના રસ્તા જ પ્રવાસન ક્ષેત્ર પર આધારિત છે. તો બીજી તરફ સાઉદી અરબ જેવા દેશ પણ હવે પ્રવાસનનું મહત્વ સમજ્યા છે, અને હવે આખી દુનિયાને પોતાના દેશમાં ફરવા આવવા કહી રહ્યા છએ. આજે અમે તમને વિશ્વના 10 પ્રવાસન વિસ્તારો વિશે વાત કરીશું, જે વિચિત્ર છે.
આમાંથી કેટલાક એ વિસ્તારો છે, જેના ફોટા જોઈને જ લોકો ચોંકી જાય છે. આ જગ્યાઓ જોવામાં જ વિચિત્ર છએ. પરંતુ તેની ખાસિયત એ છે કે આજે પણ તે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ જગ્યાઓ ફરવા માટે બાકીની જગ્યાઓ કરતા એકદમ જુદી જ છે. અને દરેક જગ્યાની પોતાની સ્ટોરી છે. તો ચાલો જાણીએ દુનિયાની 10 વિચિત્ર જગ્યાઓ વિશે.
ધ કોર્ન પેલેસઃ અમેરિકા
ક્રાઉન પેલેસ અમેરિકાના દક્ષિણ ડાકોટા વિસ્તારમાં આવેલું છે. આ નાનકડું શહેર ખેતી માટે જાણીતું છએ. અહીં ધામદૂમથી મકાઈનો તહેવાર ઉજવવામાં આવે છે. ભૂટ્ટાથી સજાવાયેલા ચિત્રો જોવા માટે અહીં દેશભરમાંથી 5 લાખ લોકો આ છે. માન્યતા છે કે કોર્ન પેલેસ 1892મં બન્યો હતો. પેલેસની બહાર વિશાળ કદની મકાઈની પ્રતિમા પણ છે, જેમાં મકાઈ હસતી દેખાય છે. આ પેલેસ બનાવવાનો હેતુ હતો કે ખેતી માટે અહીં સારું વાતાવરણ છે.
વાંગ સાઈન સુક હેલ ગાર્ડનઃ થાઈલેન્ડ
ટ્રાવેલ બ્લોગર બેન્ગકોક પાસે આલી આ જગ્યાને ક્યારેક ‘થાઈલેન્ડ હેલ હૉરર પાર્ક’ પણ કહે છે. અહીં બગીચા વચ્ચે બનેલી ગ્રાફિકની પ્રતિમાઓ નરકની વ્યાખ્યા દર્શાવે છે. અહીં બે પ્રતિમાઓ સૌથી મોટી છે અને બાકીની નાની નાની સંખ્યાબંધ પ્રતિમાઓ આવેલી છે. આ જગ્યા જોવામાં ખૂબ જ ડરામણી છે, પરંતુ લોકોને પસંદ પણ આવે છે.
કારહેંગઃ અમેરિકા
કારહેંગ અમેરિકાના નેબ્રાસ્કામાં સેન્ડહિલ્સ વિસ્તારમાં જિમ રેઈન્ડર્સ દ્વારા બનાવવામાં આવ્યું છે. ફોટોમાં દેખાતી જગ્યાને બનાવવા માટે અમેરિકાની જૂની ગાડીઓનો ઉપયોગ કરાયો છે. અહીં કેટલીક ગાડીઓ ઉંધી તો કેટલીક ગાડીઓ ઉંધી ગાડી પર ઉભી રહેલી
ઈસ્લા ડે લાસ મુનેકાઃ મેક્સિકો
મેક્સિકો સિટી નજીક ઈસ્લા ડે લાસ મુનેકાસ ખૂબ જ ખૌફનાક અને વિચિત્ર જગ્યા છે. અહીં આખા વિસ્તારમાં ઝાડ પર ઢિંગલીઓ લટકેલી છે. આ જગ્યા એક છોકરીની ખોવાયેલી આત્માને સમર્પિત છે. આ ટાપુ પર હજારો જૂની અને વિચિત્ર ઢિંગલીઓથી ભરપૂર છે.
ફ્રેમોન્ટ ટ્રોલઃ અમેરિકા
અમેરિકાના વોશિંગ્ટનમાં સ્થિત આ જગ્યા સિએટલના ફ્રેમોન્ટના પડોશમાં આવેલા અરોરા બ્રિજ નીચેના રસ્તા પર બનેલી છે. 1990માં મૂર્તિકાર સ્ટીવ જૉન્સનના નેતૃત્ત્વમાં એક ટીમે તેને તૈયાર કર્યું હતું. સ્ટીલ રિબાર, તાર અને કોંક્રિટથી બનેલી આ મૂર્તી એક સાચા વોક્સવેગન બીટલને દબાવતી દેખાય છે. જેની એક જ આંખ દેખાય છે.