યાત્રાના માર્ગ પર ત્રણ તબક્કામાં સફાઈ વ્યવસ્થા શરૂ
સ્વસ્થ સારું હશે તો 16 કિલોમીટરની યાત્રા ચાલીને પૂરી કરી શકશો
યાત્રા માટે પાલખી અને ઘોડા વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.
ઉત્તરાખંડમાં આવેલા કેદારનાથ ધામની યાત્રાની હાલમાં જ શરૂઆત થઈ છે. કેદારનાથ ધામ ચારેય બાજુએ પહાડોથી ઘેરાયેલું છે. અહીં સમગ્ર ભારતભરમાંથી ભગવાન શિવની જ્યોર્તિલિંગના દર્શન કરવા લોકો આવે છે. કેદારનાથ પહોંચવા માટે હરિદ્વારથી સોનપ્રયાગ 235 કિલોમીટર અને સોનપ્રયાગથી ગૌરીકુંડ 5 કિલોમીટર રોડ માર્ગે તમે કોઈપણ પ્રકારની વાહનોથી મુસાફરી કરી શકાય છે.યાત્રાળુઓ માટે રાજ્ય સરકારે આપેલી સુવિધાનું વિશેષ ધ્યાન રાખ્યું છે. જેમાં મોબાઈલ ટોયલેટની વ્યવસ્થા પણ સામેલ છે. યાત્રાના માર્ગ પર ત્રણ તબક્કામાં સફાઈ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે, ખાસ કરીને રાતના સમયે કચરો ઉઠાવવાનું કામ થઈ રહ્યું છે, જેથી બીજા દિવસે યાત્રાળુઓને સ્વચ્છ રસ્તા જોવા મળે. આ સિવાય જંતુનાશક દવાઓનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. યાત્રાળુઓની સુવિધા માટે પહેલીવાર રાજ્ય સરકારે હોટેલ, રેસ્ટોરન્ટ વગેરેમાં બિલમાં સર્વિસ ચાર્જ ન લેવા માટે કહ્યું છે.ગૌરીકુંડથી આગળ 16 કિલોમીટરનો રસ્તો તમારે ચાલતા પાર કરવાનો રહેશે. આ સિવાય તમે પાલખી અથવા ઘોડા ઉપર બેસીને પણ ત્યાં જઈ શકો છો.
જો તમે ચાલતા જાઓ છો તો સંભાળીને ચાલવાનું રહેશે. જો તમે સ્વસ્થ છો તો 16 કિલોમીટરની યાત્રા ચાલીને પૂરી કરી શકો છો. ગુપ્તકાશીથી સવારે 6 વાગ્યે નીકળતા 8 વાગ્યાથી ગૌરીકુંડથી ચાલવાનું શરૂ કરી શકાય છે. સાંજ સુધી તમે કેદારનાથ પહોંચી શકો છો. ત્યાં રાત્રિ રોકાણની પણ વ્યવસ્થા છે. ગૌરીકુંડથી કેદારનાથનો રસ્તો ચાલતા પાર કરવાનો હોય છે. આ સિવાય ત્યાં પાલખી અને ઘોડાની પણ વ્યવસ્થા છે.જ્યારે કેદારનાથ પહોંચવા હેલિકોપ્ટર સેવામાં આવવા-જવાનું ભાડું એકસાથે લેવામાં આવે છે. હેલિકોપ્ટર અને ખચ્ચર બંને સેવાનું ભાડું લગભગ એકસરખું જ છે. ગુપ્તકાશીથી કેદારનાથ સુધી હેલિકોપ્ટરમાં જવું હોય તો 7750 રૂપિયા થશે જ્યારે ગૌરીકુંડથી કેદારનાથ સુધી ખચ્ચર અથવા પાલખી સેવામાં જવા-આવવામાં ઓછામાં ઓછા 7950 રૂપિયા થશે. બંનેનું ભાડું લગભગ સમાન હશે.