- ટૂંક સમયમાં એન્ડ્રોઈડ ફોન યુઝર્સ માટે કરાશે તૈયાર
- Delete for Everyone ફીચરની સમય મર્યાદામાં કરાશે ફેરફાર
- અત્યારે વધારેમાં વધારે 8 કલાક જ છે જે વધી જશે
વોટ્સએપ યુઝર્સ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. હવે ડિલીટ ઓફ એવરીવન સિસ્ટમની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. સામે આવેલી રિપોર્ટ મુજબ, કંપની Delete for Everyone ફીચરની સમય મર્યાદામાં ફેરફાર કરવાની છે. પરંતુ અત્યારે આ ફીચરને એક કલાક, આઠ મિનિટ અથવા 16 સેકન્ડ માટે સેટ કરી શકો છો. પરંતુ અપડેટ બાદ આ સમય મર્યાદા વધારીને બે દિવસથી વધુ કરવામાં આવશે.
Delete for Everyone ફીચરની વાત કરીએ તો તેમાં તમે કોઈ પણ મેસેજને ઓટોમેટિકલી ડિલીટ કરવા માટે ફીચરમાં આપવામાં આવેલી સમય મર્યાદા સેટ કરો છો. સેટ કરવામાં આવેલી સમય મર્યાદામાં આપોઆપ ડિલીટ થાય છે. પરંતુ WABetaInfoની રિપોર્ટ મુજબ, કંપની એન્ડ્રોઈડ વર્ઝન 2.22.410 અપડેટ પર કામ કરી રહી છે. ત્યારબાદ Delete for Everyoneમાં યુઝર્સને મેસેજ ડિલીટ કરવા માટે અઢી દિવસનો સમય મળશે. જેમ કે અપડેટના નામથી સ્પષ્ટ છે કે આ ફીચર હાલ એન્ડ્રોઈડ ફોન યુઝર્સ માટે લાવવામાં આવશે.