મોતિયાની જાણકારી મેળવવા હવે આવી સરળ ટેકનિક
ચપટી વગાડતા ખબર પડી જશે કે મોતિયો છે કે નહીં
તમારી આંખોની એક ફોટો ક્લિક કરવામાં આવશે
Cataract એટલેકે મોતિયાની જાણકારી લગાવવા માટે હવે એવી ટેકનિક આવી ગઇ છે, જેનાથી ચપટી વગાડતા ખબર પડી જાય કે તમને આ બિમારી છે કે નહીં. બસ એક WhatsApp પિક્ચર અને 1 મિનિટમાં આ ખબર પડી જશે કે તમારી આંખની રોશની ઓછી હોવાનુ કારણ મોતિયો છે કે નહીં. સૌથી પહેલા તમને એ જણાવીશું કે આ કેવીરીતે થશે. હકીકતમાં તમારી આંખોની એક ફોટો ક્લિક કરવામાં આવશે. આ ફોટોને આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત WhatsApp chat bot પર અપલોડ કરવામાં આવશે. 30 સેકન્ડથી પણ ઓછા સમયમાં આ વોટ્સએપ ચેટ બોટ તમને જણાવશે કે તમારી આંખોમાં મોતિયો છે કે નહીં.આ ટેકનિકનો ઉપયોગ દિલ્હીના એક ખાનગી આઈ સેન્ટર પર થઇ રહ્યો છે.
દિલ્હીના Sharp sight centreના ડાયરેક્ટર ડૉ. સમીર સુદ મુજબ આ ટેકનિક algorithm પર આધારિત છે. જેનાથી મળતા પરિણામોને ડૉકટરોએ પોતાના રેગ્યુલર ટેસ્ટથી મળીને પણ જોયુ છે. 10 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યાં. ટેકનિકથી આવનારા પરિણામ 92 ટકા સાચા છે. હોસ્પિટલ પહોંચેલા દર્દી બ્રહમ બંસલની ફોટો ખેંચતા જ જણાવવામાં આવ્યું કે તેમને મોતિયો આવ્યો છે, પરંતુ તેમને તેની ખબર જ નથી.આ ટેકનિક હૈદ્રાબાદની આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ કંપનીએ બનાવી છે અને દિલ્હીના એક ખાનગી આઈ કેર સેન્ટર પરથી શેર કરી છે. જેના માટે અત્યારે કોઈ ફી વસૂલવામાં આવતી નથી. ગામેગામ WhatsApp દ્વારા સ્ક્રીનિંગ કરી દર્દીઓની તપાસ કરાઈ રહી છે.