હવે વોટ્સએપ પર જણાવવુ પડશે પોતાનુ સાચુ નામ
UPI પેમેન્ટ કરનારા યુઝર્સનું સાચુ નામ બીજા યુઝર્સ જોઇ શકશે
યુઝર્સનું નામ બેંકમાં આપવામાં આવેલા નામથી અલગ નહીં હોય
WhatsApp Payment દ્વારા યુઝર્સ યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ બેસ્ડ પેમેન્ટ ફીચરનો ઉપયોગ તેના એપ પર ઉપયોગ કરી શકે છે. આ સર્વિસનો ઉપયોગ કરનારા યુઝર્સનું નામ બેંકમાં આપવામાં આવેલા નામથી અલગ નહીં હોય. એટલેકે વોટ્સએપથી UPI પેમેન્ટ કરનારા યુઝર્સનું વાસ્તવિક નામ બીજા યુઝર્સ જોઇ શકશે. જેને લઇને કંપનીએ પોતાના FAQ પેજ પર જાણકારી આપી છે. આ નામ એવા યુઝરને જણાવવામાં આવશે જેનાથી યુઝર્સ પૈસા ટ્રાન્સફર કરી રહ્યાં છે. વોટ્સએપ પર લીગલ નામ આપવાની જરૂર યુઝર્સને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઑફ ઈન્ડિયાની ગાઈડલાઈન્સના કારણે પડી.
જેનો હેતુ UPI પેમેન્ટ સિસ્ટમમાં ફ્રોડને ઘટાડવાનો છે. આ બેંક એકાઉન્ટથી એસોસિએટ નંબર દ્વારા નામની ઓળખ કરશે.જ્યારે તમે વોટ્સએપ પર પેમેન્ટ યુઝ કરશો તો બીજા UPI યુઝર્સ તમારું લીગલ નામ જોઇ શકશે. આ નામ એ છે, જે તમારા બેંક એકાઉન્ટમાં આપવામાં આવ્યું છે. વોટ્સએપ સતત Payments સર્વિસને ભારતમાં લોકપ્રિય કરવાનુ કામ કરી રહ્યું છે. આ સર્વિસનો ઉપયોગ કરનારા યુઝર્સને કેશબેક રિવોર્ડ પણ આપે છે.