અત્યારના સમયમાં ડિજિટલ વૉલેટ કેટલું અગત્યનું છે, તે બાબત આપણે બધા જાણીએ જ છીએ. વધુમાં જ્યારે 53 કરોડ ભારતીયો ઓનલાઇન ખરીદવાનું પસંદ કરતા હોય ત્યારે ઓનલાઇન ખરીદારીમાં ડિજિટલ વૉલેટ એક મહત્ત્વનું પરિબળ બની ચૂક્યું છે. ભારતમાં હાલના સમયમાં યોનો એસ બી આઈ,પે ટીએમ, ગૂગલ પે વગેરે ડિજિટલ વૉલટના પર્યાય છે. ડિજિટલ વૉલેટ સરકાર,વ્યાપારી,ગ્રાહકો બધા જ માટે ખૂબ જ પારદર્શિતા પૂર્ણ પાડવાનું કાર્ય કરી રહ્યું છે. દુનિયામાં ડિજિટલ વૉલેટ માટેની સા પ્રથમ પેટર્ન વર્ષ 2000માં રજિસ્ટર થઈ હતી અને ત્યારબાદ ઉત્તરોત્તર તેમાં વધારો થવા પામ્યો છે, તો આજની કૉલમ થકી આપણે એ જાણવાનો પ્રયત્ન કરીએ કે ડિજિટલ વૉલેટ્સ શું છે, તેના પ્રકાર, ફયદા તેમજ અત્યારના સમયમાં તેની સામે કેવા કેવા પ્રકારના પડકારો રહેલા છે.
ડિજિટલ વૉલેટ એટલે શું?
ડિજિટલ વૉલેટ એ એક પ્રકારનું સૉફ્ટવેર છે, જે ઇલેક્ટ્રોનિક વ્યવહાર માટેના માધ્યમનો અથવા ઓનલાઇન સેવાનો સંદર્ભ આપે છે, જે વપરાશકર્તાઓને ઇલેક્ટ્રોનિક રીતે નાણાકીય વ્યવહારોને રિયલ ટાઈમમાં કરવા માટે સક્ષમ બનાવે છે અથવા પ્લેટફેર્મ પૂર્ણ પાડવાનું કાર્ય કરે છે. ડિજિટલ વૉલેટને ઈ-વૉલેટના નામથી પણ ઓળખવામાં આવે છે. ડિજિટલ વૉલેટનું સૌથી વધુ લોકપ્રિય સ્વરૂપ મોબાઇલ એપ્લિકેશન છે, જ્યારે તેનાં અન્ય સ્વરૂપો વેબસાઇટ તેમજ ડેસ્કટોપ એપ્લિકેશન પણ હોઈ શકે છે. ડિજિટલ વૉલેટની સેવાઓનો લાભ લેવા માટે ડિજિટલ વૉલેટ વપરાશકર્તાઓએ બેંકો અથવા વિશ્વસનીય થર્ડ પાર્ટી કંપનીઓ દ્વારા ડેવલપ અને ડિઝાઇન કરવામાં આવેલી ચોક્કસ પ્રકારની એપ્લિકેશનો ડાઉનલોડ કરવી પડે છે.
ડિજિટલ વૉલેટના મહત્ત્વના છ ફાયદા
(1) છેતરપિંડી ઘટાડવામાં મદદ કરી શકે છે : મોબાઇલ વૉલેટમાં સંગ્રહિત ડેટા એન્ક્રિપ્ટેડ સ્વરૂપમાં હોય છે, પરિણામે તે અવાચ્ય અથવા અર્થહીન બની જાય છે, એટલે કે ચુકવણી કરતી વખતે યૂઝર્સના વાસ્તવિક ડેબિટ અને ક્રેડિટ કાર્ડની માહિતી તેમજ કાર્ડ નંબર ટ્રાન્ઝેક્શન દરમ્યાન દૃશ્યમાન થતા નથી, સાથે મોબાઇલ વૉલેટ્સ રેન્ડમ પેમેન્ટ કોડ્સનો ઉપયોગ કરે છે, જેનાથી એક વાર જનરેટ થયેલા કોડનો ફ્રી ઉપયોગ થતો નથી અને ઘણી વાર તો ચુકવણીને અધિકૃત કરવા માટે બાયોમેટ્રિક્સ સુરક્ષા સુવિધાઓનો પણ ઉપયોગ થાય છે, પરિણામે અન્ય કોઈ ઈ-વૉલેટનો દુરુપયોગ કરી શકતું પણ નથી. આ ઉપરાંત યૂઝર્સનો સંપૂર્ણ કાર્ડ એકાઉન્ટ નંબર મોબાઇલ વૉલેટમાં ક્યાંય પણ પ્રદર્શિત થતો નથી, માત્ર છેલ્લા ચાર ડિજિટ્સ પ્રદર્શિત થાય છે, જેનો અર્થ એ થાય છે કે યૂઝર્સના કાર્ડ નંબરને કોઈ પણ મેળવી કે જોઈ શકશે નહીં. આ ઉપરાંત, ઈ-વૉલેટના તમામ વ્યવહારોને ભૌતિક કાર્ડની જેમ જ સુરક્ષા અને ગોપનીયતા પૂરી પાડવામાં આવે છે, આમ તમારી અગત્યની નાણાકીય વિગતો પર જ્યારે સુરક્ષાનું ઇલેક્ટ્રોનિક્સ માસ્ક લાગી જાય છે, પરિણામે છેતરપિંડી ઘટી જાય છે અને યૂઝર્સ જો ભૂલ કરે તો જ નુકસાન થાય છે.
(2) તે યૂઝર્સનો સમય બચાવી શકે છે : મોબાઇલ વૉલેટ વડે, કોઈ પણ યૂઝર્સ ફેનને વ્યવસાયકારીના પેમેન્ટ ટર્મિનલ નજીક લઈ જઈને સ્કેન કરીને તેમજ વ્યવસાયકારનો નંબર દાખલ કરીને અને સાથે વ્યવસાયકારની ચકાસણી કરીને ઝડપથી ચૂકવણી કરી શકે છે. પરિણામે તમામ પ્રકારના નાણાકીય વ્યવહારો આંખના પલકારામાં જ પૂર્ણ થઈ જાય છે, જે એક રીતે સમય પણ બચાવે છે અને સાથે સરળ નાણાકીય પદ્ધતિનો પણ ઉલ્લેખ કરે છે.
(3) લોયલ્ટી અને ગિફ્ટ કાર્ડ્સનો ફાયદો : ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ ઉપરાંત અમુક મોબાઈલ વૉલેટ્સ લોયલ્ટી કાડ્ર્સ અને ગિફ્ટ કાડ્ર્સ પણ સ્ટોર કરી શકાય તે પ્રકારનું પ્લેટફેર્મ પૂરું પડે છે, જેનાથી યૂઝર્સના ડિજિટલ વૉલેટમાં વધારાની કોઈ પણ જગ્યા રોક્યા વગર મોબાઈલમાં આ બંને પ્રકારનાં કાર્ડ સાથે રાખી શકે છે અને જ્યારે જરૂર પડે ત્યારે તે લોયલ્ટી અને ગિફ્ટ કાડ્ર્ને રિડીમ પણ કરી શકે છે.
(4) ગમે ત્યાંથી ઓનલાઈન ખરીદી કરી શકાય છે : યૂઝર્સ જે જગ્યાએથી ઈન્ટરનેટ વાપરી શકતો હોય તે તમામ સ્થળેથી ઓનલાઈન ખરીદીને શક્ય બનાવી શકે છે, સાથે અમુક વાર જો યૂઝર્સ પોતાનું ભૌતિક વૉલેટ ભૂલી જાય તો પણ મોબાઈલ વૉલેટ તેની ગરજ સારે છે અને ખરીદી શક્ય બને છે. સાથે જ ક્રેડિટ કે ડેબિટ કાર્ડના નંબર યાદ રાખવાની જરૂર પડતી નથી, તેમજ દર વખતે ખરીદી દરમ્યાન ક્રેડિટ કે ડેબિટ કાર્ડની તમામ વિગતો દાખલ કરવાની પણ જરૂર પડતી નથી. આમ, વિગતો દાખલ કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળે છે અને સાથે ક્રેડિટ કે ડેબિટ કાર્ડ નંબર સલામત કે અસલામત વેબસાઈટ પર સંગ્રહ કરવાની જરૂર પડતી નથી અને તેથી કાર્ડની વિગતો પણ કાયમ માટે સલામત રહે છે.
(5) કેશ બૅક અને રિવોર્ડ્સ પોઈન્ટ્સ મળે છે : જેમ ક્રેડિટ કાર્ડ પર ખરીદી દરમ્યાન કેશ બૅક અથવા રિવોર્ડસ પોઈન્ટ્સ મળે છે તેમ ઈ-વૉલેટ્સમાં પણ ખરીદી બાદ અમુક ચોક્કસ રકમ ત્વરિત અથવા અમુક સમય બાદ ઈ-વૉલેટ્સ એકાઉન્ટમાં જમા થાય છે. આમ, આજના સમયમાં દરેક વ્યક્તિ માટે પ્રાપ્ત થતી નાની રકમની કેશબૅક પણ તેમને ભવિષ્યની ખરીદીમાં મદદરૂપ બની શકે છે.
6) કોઈ પણ પ્રકારના બિલની ચૂકવણી : આજના સમયમાં ઈ-વૉલટ સુવિધાનો સૌથી મોટો ફયદો એ છે કે કોઈ પણ પ્રકારનાં બિલની ચૂકવણી સ્થળ વિશેષે થઈ શકે છે, પરિણામે બિલની ચૂકવણી માટે લાંબી લાઈનમાં ઊભા રહેવું અને સમય બગાડવાનો પ્રશ્ન જ ઉદ્ભવતો નથી, સાથે જ છૂટા રૂપિયા છે કે નહીં, આટલા બાકી રાખો, પછી એડ્જસ્ટ કરી લઈશું જેવી તમામ પ્રકારની ઝંઝટમાંથી મુક્તિ મેળવી શકાય છે.
ડિજિટલ વૉલેટના પ્રકાર અને તેની મર્યાદાઓ
(1) ક્લોઝ્ડ વૉલેટ્સ : કોઈ પણ કંપની કે સંસ્થા જે ઉત્પાદનો તેમજ સેવાઓ પ્રદાન કરે છે, તે તેના યૂઝર્સ માટે આ પ્રકારનું વૉલેટ બનાવી શકે છે. આ પ્રકારના વૉલેટ દ્વારા વપરાશકર્તાઓ મુખ્ય બે પ્રકારના યૂઝર્સ સાથે નાણાકીય વ્યવહાર કરી શકે છે, એક કે જે કંપની કે સંસ્થા દ્વારા આ વૉલેટ્સ બનાવવામાં આવ્યું છે, તે કંપની કે સંસ્થા સાથે અને નંબર બે પર એવા યૂઝર્સ કે જે ક્લોઝ્ડ વૉલેટ્સ બનાવનાર કંપની કે સંસ્થા સાથે જોડાયેલા હોય તેમની સાથે. અત્યારના સમયમાં ઓલા મની, એમેઝોન પે વગેરે ક્લોઝ્ડ વૉલેટ્સ સેવા પૂરી પાડતી સંસ્થાઓનાં ઉદાહરણો છે.
(2) ડિજિટલ વૉલેટ્સ અવેરનેસ વધારવી : એ બાબત સ્પષ્ટ છે કે ડિજિટલ વૉલેટ્સે પોતાના તમામ રેકોર્ડ તોડયા છે, પરંતુ હજુ પણ તે ગ્રાહકોનો આંધળો વિશ્વાસ ભારતમાં જીતી શક્યું નથી, પરિણામે ડિજિટલ વૉલેટ્સ સેવાઓ આપતી સંસ્થાઓએ અવેરનેસ યૂઝર્સ સમજી શકે તેવી સરળ ભાષાઓમાં વધારવાની અત્યંત જરૂર છે, વધારે સારી પારદર્શિતાને સ્થાપિત કરીને યૂઝર્સના વિશ્વાસને જીતવાની અત્યંત જરૂર લાગી રહી છે.
3) વેપારી સપોર્ટ : આજના સમયમાં મોબાઈલ વૉલેટને અપનાવવું કે નહીં તે બાબતે ઘણા વેપારીઓ મૂંઝવણ અનુભવી રહ્યા છે, કારણ કે અમુક વેપારીઓ ડિજિટલ વૉલેટ્સ ને ઈ-માયાજાળ અથવા ઝંઝટ ગણે છે, પરિણામે ગ્રાહકો ચૂકવણીની પરંપરાગત જૂની પદ્ધતિઓને જ વળગી રહે છે, કારણ કે જો તેમના વેપારીઓ ડિજિટલ વૉલેટ કે ડિજિટલ ચૂકવણીઓને સ્વીકારતા ન હોય તો તેઓ શા માટે સ્વીકારશે.
ડિજિટલ વૉલેટ સામે મોટા ત્રણ પડકાર
1) છેતરપિંડી અને સુરક્ષા : આજના સમયમાં જે ડિજિટલ વૉલેટસના ગ્રાહકો છે તેમનામાં મુખ્ય બે પ્રકારની ચિંતા સતત રહે છે, સુરક્ષાભંગ અને ડેટા સુરક્ષા. ડિજિટલ વૉલેટસ સેવા આપનાર તમામ સંસ્થાઓ સતત સુરક્ષાભંગ અને ડેટા સુરક્ષા માટે કાર્યરત હોય છે અને તેમના માનવંતા ગ્રાહકોને સારામાં સારું સલામતી સ્તર પૂર્ણ પાડવાનું કાર્ય તેઓ કરતાં હોય છે અને એપ્લિકેશનોને પણ સતત અપડેટ કરતાં હોય છે. એપ્લિકેશનોમાં ખામી શોધવા માટે બગ બાઉન્ટી પ્રોગ્રામ પણ ચલાવવામાં આવતા હોય છે, પરંતુ એ પણ વાસ્તવિકતાઓ છે કે હેકર્સ પણ તેમની નવી નવી તકનીકો યૂઝર્સને છેતરવા માટે વિકસાવી રહ્યા છે. આમ, દરેક ડિજિટલ વૉલેટ્સ સેવા આપનાર કંપનીએ પોતાની પ્રતિષ્ઠાને નુકસાન ન પહોંચે તે બાબતે સતત ધ્યાન રાખવું પડે છે.
2) ડિજિટલ વૉલેટ્સ અવેરનેસ વધારવી : એ બાબત સ્પષ્ટ છે કે ડિજિટલ વૉલેટ્સે પોતાના તમામ રેકોર્ડ તોડયા છે, પરંતુ હજુ પણ તે ગ્રાહકોનો આંધળો વિશ્વાસ ભારતમાં જીતી શક્યું નથી, પરિણામે ડિજિટલ વૉલેટ્સ સેવાઓ આપતી સંસ્થાઓએ અવેરનેસ યૂઝર્સ સમજી શકે તેવી સરળ ભાષાઓમાં વધારવાની અત્યંત જરૂર છે, વધારે સારી પારદર્શિતાને સ્થાપિત કરીને યૂઝર્સના વિશ્વાસને જીતવાની અત્યંત જરૂર લાગી રહી છે.
3) વેપારી સપોર્ટ : આજના સમયમાં મોબાઈલ વૉલેટને અપનાવવું કે નહીં તે બાબતે ઘણા વેપારીઓ મૂંઝવણ અનુભવી રહ્યા છે, કારણ કે અમુક વેપારીઓ ડિજિટલ વૉલેટ્સ ને ઈ-માયાજાળ અથવા ઝંઝટ ગણે છે, પરિણામે ગ્રાહકો ચૂકવણીની પરંપરાગત જૂની પદ્ધતિઓને જ વળગી રહે છે, કારણ કે જો તેમના વેપારીઓ ડિજિટલ વૉલેટ કે ડિજિટલ ચૂકવણીઓને સ્વીકારતા ન હોય તો તેઓ શા માટે સ્વીકારશે.