• Motorola Edge 30 ફક્ત 6.79 મિમી પાતળો હશે.
• Motorola Edge 30 સ્માર્ટફોન એન્ડ્રોઈડ 13 અને 14 અપડેટ સાથે આવશે
• સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 778G+ પ્રોસેસરની સાથે 144Hz રિફ્રેશ રેટ આપવામાં આવશે.
દુનિયાનો સૌથી પાતળો 5G ફોન ગણવામાં આવતાં Motorola Edge 30ને ભારતમાં આગામી 12 મેના રોજ લોન્ચ કરવામાં આવશે. Flipkart અને Reliance Digital પર તેને લોન્ચ કરવામાં કરવામાં આવશે. આ ઉપરાંત દેશભરના અગ્રણી રિટેલ સ્ટોર્સમાં પણ તે ઉપલબ્ધ હશે. આ ફોનની સૌથી મોટી ખાસિયત તેની ડિઝાઈન છે. મોટોરોલા કંપનીનો દાવો છે કે, Motorola Edge 30 ફક્ત 6.79 મિમી પાતળો હશે અને માનવામાં આવી રહ્યું છે કે, તેનું વજન માત્ર 155 ગ્રામ હશે. આ ફોનની ખાસિયત તેની ડિઝાઈન તો છે જ, પણ સાથે-સાથે તેનું પર્ફોર્મન્સ પણ જબરદસ્ત હશે. આ સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 778G+ પ્રોસેસરની સાથે 144Hz રિફ્રેશ રેટ આપવામાં આવી શકે છે, જે સ્માર્ટફોન યુઝર્સને એક અલગ જ એક્સ્પિરિયન્સ આપશે. જાણકારી અનુસાર આ દમદાર સ્માર્ટફોન Android 12 MyUXઓપરેટિંગ સિસ્ટમ પર ચાલશે. અને માનવામાં આવી રહ્યું છે કે, ભારતમાં તેની કિંમત 30 હજાર રૂપિયાથી 35 હજાર રૂપિયા વચ્ચે હોઈ શકે છે. તેની ડિઝાઈન સ્લિક અને સ્ટાઈલિશ હશે.
Motorola Edge 30માં 144Hz રિફ્રેશ રેટની સાથે 6.5 ઈંચની pOLEDડિસ્પ્લે આપવામાં આવશે. તેમાં ઓક્ટા-કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 778G+ પ્રોસેસરને પણ સામેલ કરવામાં આવી શકે છે, જે 8 GB રેમ અને 256 GB ઈન્ટરનલ સ્ટોરેજ સપોર્ટની સાથે આવે છે. Motorola Moto Edge 30ના કેમેરાની વાત કરવામાં આવે તો, તેના રિયરમાં ગ્રાહકોને ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવશે. જેમાં 50 MPનો પ્રાયમરી કેમેરા, 50 MPનો અલ્ટ્રાવાઈડ કેમેરા અને 2 MPનો ડેપ્થ સેન્સર સામેલ કરવામાં આવી શકે છે. ફોનમાં 32 MPનો સેલ્ફી કેમેરા પણ ઓફર કરવામાં આવી શકે છે. બેટરીની વાત કરીએ તો Motorola Moto Edge 30માં 33W TurboPowerફાસ્ટ ચાર્જિંગની સાથે 4020mAhની બેટરી આપવામાં આવી છે. અન્ય સ્માર્ટફોન કરતાં આ સ્માર્ટફોનમાં ઓછી ક્ષમતાની બેટરી આપવામાં આવી શકે છે, કેમ કે ફોનનું વજન ઓછું રાખવા માટે મદદ મળી શકે.
આ ઉપરાંત ફોન ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન, HDR10 વિડીયો રેકોર્ડિંગ, 4K વિડીયો રેકોર્ડિંગનો સપોર્ટ મળશે. ફોનમાં ત્રણ વર્ષ માટે સિક્યોરિટી અપડેટ મળશે. એટલે કે motorola Edge 30 સ્માર્ટફોન એન્ડ્રોઈડ 13 અને 14 અપડેટ સાથે આવશે. આ ઉપરાંત સ્માર્ટફોન Dolby Atmosઓડિયો સપોર્ટની સાથે આવશે. તો ફોનમાં 13 5G બેન્ડ આપવામાં આવશે. સાથે જ ફોનમાં WI-Fi 6E સપોર્ટ આપવામાં આવશે.