અનેક જગ્યાએ USB ટાઈપ C પોર્ટનો ઉપયોગ કરવામાં આવતો હશે. તમે કનેક્ટિંગ ડિવાઈસ, ફોન ચાર્જર તથા અન્ય જગ્યાઓ પર USB ટાઈપ C પોર્ટનો ઉપયોગ પણ કર્યો હશે. મચ્છર કરડે તેમાં પણ ઉપયોગ થઈ શકે છે. તાજેતરમાં USB ટાઈપ C ડોંગલ લોન્ચ કરવામાં આવ્યું છે. જર્મન કંપની Kamedi અ USB Type-C ડોંગલ Heat-It લોન્ચ કર્યું છે. કંપનીએ દાવો કર્યો છે કે, મચ્છર, માખી કરડવાથી ખંજવાળ આવે તો આ ડિવાઈસ તેને ઠીક કરી શકે છે.
ફોનમાં ફિટ થશે !
આ ગેજેટ ફોનમાં ટાઈપ સી પોર્ટમાં ફિટ થઈ શકે છે. જેમાં એક મેટલ સર્ફેસ હોય છે, જે ગરમી જનરેટ કરે છે. આ ડિવાઈસ સરળતાથી યૂઝ કરી શકાય છે. જે ફોનમાં iOS અથવા Android એપ્લિકેશનનો ઉપયોગ કરીને કનેક્ટ કરવાનું રહેશે.
આ એપ્લિકેશનની મદદથી હીટ ટ્રીટમેંટ કસ્ટમાઈઝ કરી શકાય છે. જો તમે સેંસિટિવિટી બાબતે પરેશાન છો, તો એપ્લિકેશનમાં આ પ્રોબ્લેમનું સોલ્યુશન મળી જશે. આ એપ્લિકેશન ચાઈલ્ડ ફ્રેન્ડલી અથવા સેંસિટિવ સ્કીન મોડ સાથે આવે છે. જે સ્કિન અનુસાર ટેમ્પરેચર સેટ કરે છે.
કેવી રીતે કામ કરે છે?
ગરમીના કારણે જે જગ્યાએ મચ્છર કરડ્યું હોય તે ઝડપથી ઠીક થવા લાગે છે. વિશ્વનું પહેલું કંટ્રોલ્ડ કંસંટ્રેટેડ હીટ ઈફેક્ટ રિસર્ચ છે, જે મચ્છર કરડવાથી થતી ખંજવાળી થતી રાહત આપે છે. આ રિસર્ચમાં 1,700 લોકો પર લગભગ 12 હજાર ટ્રીટમેન્ટ કરવામાં આવી છે. આ રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, મચ્છર તથા અન્ય કીડા કરડવાથી થતી ખંજવાળ આવતી હોય તો આ ડિવાઈસથી રાહત મળે છે.