કેમ્બ્રિજ યુનિવર્સિટીએ બનાવી શેવાળમાંથી બેટરી
સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને વીજળી ઉત્પન કરે છે
અંધારામાં પણ કાર્યરત રહે છે આ બેટરી
આજની બેટરી કેટલો સમય કમ્પ્યુટર ચાલુ રાખી શકે છે એ તો બધા જાણતા જ હશો પણ એક એવી બેટરી પણ બનાવવામાં આવી છે જે કમ્પ્યૂટરને સતત 6 મહિના સુધી ચાલુ રાખે છે. જાણો શેવાળની બનેલી આ અનોખી બેટર વિશે
કૂલર જેવું લાગતું આ બોક્સ ખરેખર એક બેટરી છે. જેને વૈજ્ઞાનિકોએ એવી રીતે બનાવ્યું છે કે તે 6 મહિના સુધી વીજળી આપી શકે. કેમ્બ્રિજ યુનિવર્સિટીનું એક કમ્પ્યુટર પ્રોસેસર આ બેટરી સાથે જોડાયેલું હતું, જે સતત 6 મહિના સુધી ચાલ્યું હતું. આ બેટરીની શેલ AA બેટરી જેટલા જ હતા. સંશોધકોએ લીલી શેવાળને ઇલેક્ટ્રોડ્સવાળા કન્ટેનરમાં મૂકી હતી અને સૂક્ષ્મજીવોએ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને વીજળી બનાવવાનું શરૂ કર્યું હતું..આ બેટરીથી કોમ્પ્યુટરને ચલાવવા માટે પુરતો પાવર મળતો હતો અને કોમ્પ્યુટર સતત 6 મહિના સુધી ચાલ્યું હતું.
એનર્જી એન્ડ એન્વાયર્મેન્ટલ સાયન્સના એક રિસર્ચમાં જણાવ્યા અનુસાર, સાયનોબેક્ટેરિયાએ કમ્પ્યુટરને 45 સાયકલ ચલાવી હતી. કમ્પ્યુટરમાં કામ પણ કર્યું હતું અને પછી 15 મિનિટ સુધી સ્ટેન્ડબાય પર પણ રહ્યું હતું. ઓગસ્ટ 2021માં પ્રયોગ સમાપ્ત થયા પછી પણ બેટરીએ વીજળી ઉત્પન્ન કરવાનું ચાલુ રાખ્યું છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીના બાયોકેમિસ્ટ્રી વિભાગના ડો.પાઓલો બોમ્બેલી કહે છે કે અમને આ જોતા ખુખી થઇ કે સિસ્ટમ લાંબા સમય સુધી સતત કામ કરતી રહી. અમને લાગ્યું કે તે થોડા અઠવાડિયા પછી બંધ થઈ જશે, પરંતુ તે ચાલુ જ રહ્યું.
કોઈ પણ વિક્ષેપ વગર છ મહિના સુધી ચાલેલી આ સિસ્ટમે કમ્પ્યુટિંગ સમય દરમિયાન 0.3 માઇક્રોવોટ અને નિષ્ક્રિય સમય દરમિયાન 0.24 માઇક્રોવોટ પાવરનો વપરાશ કર્યો જો કે, તે કેવી રીતે કાર્ય કરે છે તે હજુ સ્પષ્ટ નથી. પરંતુ ટીમનું માનવું છે કે પ્રકાશસંશ્લેષણ દરમિયાન સાયનોબેક્ટેરિયા ઇલેક્ટ્રોન ઉત્પન કરે છે. પરંતુ પ્રકાશ ન હોવા છતાં પણ વીજળી ઉત્પન કરી હતી. દિવસ અને રાત બંને સમયે વીજળી સ્થિર મળી રહી હતી.
આ એટલા માટે હોઈ શકે છે કારણ કે શેવાળ અંધારામાં પણ તેમના ખોરાક પર પ્રક્રિયા કરતુ રહે છે. અને તેથી વિદ્યુતપ્રવાહ બનતો રહે છે.આ શેવાળથી ચાલતી બેટરીઓ હજુ સુધી પુરા ઘરને પાવર આપવા માટે પૂરતી નથી, જોકે તે નાના ઉપકરણોને પાવર આપી શકે છે. તે સસ્તું અને રિસાયકલ કરેલી સામગ્રીથી બનેલ છે. આવી બેટરી આવનારા સમયમાં ઉર્જાનું ભવિષ્ય સાબિત થઇ શકે છે.