ચોપસ્ટિકથી ખાવાથી શરીરમાં મીઠાનું પ્રમાણ થશે ઓછું
મોઢામાં જતા જ મીઠાનો સ્વાદ આવવા લાગશે
આ સ્માર્ટ ચૉપસ્ટિક્સ અસલમાં એક ઇલેક્ટ્રિક ચૉપસ્ટિક્સ છે
આજકાલ લોકો ફાસ્ટફૂડ અને જંકફૂડ તરફ વળી ગયા છે. દુનિયામાં વધતા જતા ફાસ્ટફૂડના ચલણને કારણે લોકોના ડાયેટમાં પણ ફેરફાર થઇ રહ્યો છે. આજકાલ લોકોના ડાયેટમાં મીઠાનું પ્રમાણ વધુ ગયું છે. જે કીડની, હાર્ટ અને શરીરના બીજા અંગો માટે નુકસાનકારક છે. જેન ધ્યાનમાં રાખીને જાપાનના વૈજ્ઞાનિકોએ એક એવી ચોપસ્ટિક્સ બનાવી છે જે મોઢામાં જતા જ મીઠાનો સ્વાદ આવવા લાગશે. મેજી યુનિવર્સિટીના પ્રોફેસર અને બેવરેજ મેકર કંપની કિરીન હોલ્ડિંગ્સએ ભેગા થઈને આ સ્માર્ટ ચોપસ્ટિક્સ બનાવી છે.આ સ્માર્ટ ચૉપસ્ટિક્સ અસલમાં એક ઇલેક્ટ્રિક ચૉપસ્ટિક્સ છે. ન્યૂઝ એજન્સી રોઈટર્સના અહેવાલ મુજબ, જ્યારે કોઈ વ્યક્તિ આ ચોપસ્ટિક્સ મદદથી કંઈક ખાઈ છે ત્યારે કરન્ટથી સોડિયમ આયન ચૉપસ્ટિક્સમાં અને પછી ચૉપસ્ટિક્સમાંથી મોઢામાં આવે છે.
આ મીઠાના સ્વાદમાં દોઢ ગણો વધારો કરે છે. ચૉપસ્ટિક્સને એક મીની કમ્પ્યુટર ડિવાઇસ સાથે જોડવામાં આવ્યું છે જેને કાંડામાં ઘડિયાળની જેમ પહેરી શકાય છે. આ ડિવાઇસનું કામ ચૉપસ્ટિક્સને ઓપરેટ કરવાનું અને સોડિયમ આયરન્સને રેગ્યુલેટ કરે છે.રોયટર્સની અનુસાર, મિયાશિતા અને તેની લેબ ઇલેક્ટ્રિક ચોપસ્ટિક્સ પહેલા સ્વાદિષ્ટ ટીવી સ્ક્રીન પણ બનાવી ચુક્યા છે. આ એક એવી સ્ક્રીન છે જેને ચાટવાથી દેખાઈ રહેલા ફુડ્સનો તમને સ્વાદ આવી જશે. સ્ક્રીન પર 10 પ્રકારના સ્વાદ રાખવામાં આવ્યા છે. તમે ટીવી પર જે ફૂડ સિલેક્ટ કરશો તે સ્વાદનું મિશ્રણ સ્ક્રીન પર સ્પ્રે કરીને તૈયાર કરવામાં આવશે. લોકો ટીવીની મદદથી બ્રેડ, પિઝા અને ચોકલેટ જેવા ટેસ્ટી ફૂડનું ટેસ્ટ કરી શકો છો.