ઈન્ટરનેટ વગર પણ Gmail પરથી ઈ-મેલ મોકલી શકાશે
જાણો એવી ટ્રીક જે ખૂબ જ ઉપયોગી સાબિત થશે
તમારે બસ ફક્ત આ કરવાનું છે
ઈન્ટરનેટ જીવનનો એક મોટો ભાગ બની ગયું છે, તેના વગર બધું જ અધૂરું લાગે છે, કારણ કે એવી ઘણી એપ્સ છે જે આપણી રોજિંદી જરૂરિયાત બની ગઈ છે, પરંતુ તે ઇન્ટરનેટ વગર એક્સેસ ન થઈ શકે. ગૂગલની Gmail સેવા પણ તેમાંની એક છે, પરંતુ આજે અમે તમને એક એવી ટ્રીક જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે ઇન્ટરનેટ વિના Gmailનો ઉપયોગ કરી શકશો. આ ટ્રીકથી તમે Gmail પર મેસેજ વાંચી શકો છો, સર્ચ કરી શકો છો અને તેને રિપ્લાય પણ કરી શકો છો, ચાલો જાણીએ કેવી રીતે?
તમારે બસ ફક્ત આ કરવાનું છે
• સૌથી પહેલાં તમારે Chromeને તમારાં કોમ્પ્યુટર કે લેપટોપમાં ડાઉનલોડ કરવું પડશે. ધ્યાન રહે કે ઈન્ટરનેટ વગર Gmail એક્સેસ ક્રોમ બ્રાઉઝર વિન્ડો પર જ થઈ શકે છે અને તે પણ Incognito Mode પર કામ નહીં કરે.
• હવે તમારે Chrome બ્રાઉઝરના Gmail ઓફલાઇન સેટિંગ્સમાં જવું પડશે. હવે તમે તમારી સામે નવી વિન્ડો ખોલશો.
• નવી વિન્ડો ખુલ્યા પછી તમને એક વિકલ્પ દેખાશે, જેમાં તમને ‘Enable Offline Mail’ નો વિકલ્પ દેખાશે, જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે.
• એનેબલ ઓફલાઈન મેલ પર ક્લિક કર્યા પછી તમારે મેલને કેટલા જૂના સમયમાં Sync કરવા માંગો છો તે અનુસાર સેટિંગ્સ બદલવાની જરૂર પડશે, જેથી તમે ઇન્ટરનેટ વિના Gmail જોઈ શકો.
• સેટિંગ્સમાં ફેરફાર કર્યા પછી તમારે Save Changes વિકલ્પ પર ક્લિક કરવું પડશે, હવે તમે Gmail વાંચી શકો છો અને ઈન્ટરનેટ વિના તેનો જવાબ આપી શકો છો
ગૂગલ સપોર્ટ અનુસાર તમે ઉપર જણાવેલાં સ્ટેપ્સ ફોલો કર્યા પછી વગર ઇન્ટરનેટ મેલ વાંચવાની ટ્રિકનો ઉપયોગ કરી શકશો. તે અત્યંત સરળ અને ઉપયોગી છે, તમે ઓફલાઇન મેલની લિંકને બુકમાર્ક પણ કરી શકો છો. જો તમે તમારી ઓફિસ અથવા કોલેજનું લેપટોપ વાપરી રહ્યા છો, તો તમે ત્યાંના એડમિનને સેટિંગ્સ બદલવા માટે કહી શકો છો.