- Whatsappમાં યુઝર્સે લોગ-ઈન કરવા નાખવો પડશે પિન
- હવે Whatsapp થશે વધુ સુરક્ષિત
- આ ફીચર ટેસ્ટીંગ સ્ટેજમાં છે
વોટ્સએપ એકાઉન્ટને વધુ સુરક્ષિત બનાવવા માટે હવે તેમાં વધુ એક ફીચર ઉમેરવા જઈ રહ્યું છે. હવે WhatsAppમાં પણ ટુ સ્ટેપ વેરિફિકેશનની સુવિધા ઉપલબ્ધ થશે. આ ફીચર્સ માત્ર ડેસ્કટોપ યુઝર્સ માટે જ હશે અને યુઝર્સને તેનો ઉપયોગ કરવો કે નહીં કરવાની સુવિધા પણ મળશે. હાલમાં, જો તમે નવા સ્માર્ટફોનનો ઉપયોગ કરીને WhatsApp પર લોગ-ઈન કરો છો, તો એપ્લિકેશન તમને 6-અંકનો કોડ પૂછે છે, જે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મોકલવામાં આવે છે. જ્યારે, ડેસ્કટોપ લોગ-ઈન માટે તમારે ફક્ત WhatsApp વેબ પર એક QR કોડ સ્કેન કરવો પડશે અને તમે તમારું એકાઉન્ટ લોગ-ઈન કરી શકશો. આ માટે તમારે કોઈપણ પ્રકારના પિનની જરૂર નથી.
WABetaInfoના રિપોર્ટ અનુસાર, આ નવું ફીચર ડેસ્કટોપ પર WhatsApp ચેટના એક્સેસને વધુ સારું અને સુરક્ષિત બનાવવામાં મદદરૂપ થશે. WABetaInfo કહે છે કે WhatsApp દરેક જગ્યાએ ટુ-સ્ટેપ વેરિફિકેશનને મેનેજ કરવાનું સરળ બનાવવા માંગે છે, તેથી તેઓ આગામી અપડેટ્સમાં વેબ/ડેસ્કટૉપ પર આ સુવિધાને રજૂ કરવા પર કામ કરી રહ્યાં છે. પિન 6 અંકનો હશે. હાલમાં આ ફીચર ટેસ્ટીંગ સ્ટેજમાં છે. એવી અપેક્ષા છે કે તે ટૂંક સમયમાં રિલીઝ થશે. અહેવાલ જણાવે છે કે વેબ/ડેસ્કટોપ વપરાશકર્તાઓ ટુ-સ્ટેપ વેરિફિકેશનને અનેબલ અને ડિસેબલો કરી શકશે. જ્યારે તમે તમારો ફોન ગુમાવો છો અને તમે તમારો PIN યાદ રાખી શકતા નથી ત્યારે આ જરૂરી બની જાય છે. તમે રીસેટ લિંક દ્વારા PIN પુનઃસ્થાપિત કરી શકો છો.