એક ક્લિકમાં આપી શકશો કોલનો જવાબ
સ્ટેન્ડબાય મોડ પર 5 દિવસનો બેટરી બેકઅપ
પેબલ સ્પાર્કની કિંમત 1999 રૂપિયા
ભારતની પ્રચલિત બ્રાન્ડ ‘પેબલે’ કંપનીએ નવી સ્માર્ટવોચ ‘પેબલ સ્પાર્ક’ લોન્ચ કરી છે. આ ઓછાં બજેટની સ્માર્ટવોચમાં ‘બ્લૂટૂથ કોલિંગ ફીચર’ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટવોચ દ્વારા તમે ફક્ત એક જ ક્લિકમાં કોલનો જવાબ આપી શકો છો અને બિલ્ટ-ઇન માઇક્રોફોન દ્વારા વાત પણ કરી શકો છો.
પેબલ સ્પાર્કની કિંમત 1999 રૂપિયા
કંપનીએ પેબલ સ્પાર્ક સ્માર્ટવોચની કિંમત 1,999 રૂપિયા રાખી છે. આ સ્માર્ટવોચનું વેચાણ ફક્ત ફ્લિપકાર્ટ દ્વારા કરવામાં આવશે. કંપની એવો દાવો કરે છે કે, આ કિંમત પર 1.7-ઇંચની ડિસ્પ્લે સાથે આવનાર આ એકમાત્ર સ્માર્ટવોચ છે.
મલ્ટીપલ વૉચ ફેસ અને સ્વેપેબલ સ્ટ્રેપ મળશે
આ વોચમાં સર્ક્યુલર ડાયલ સાથે ફુલ HD 240×280 પિક્સલ રેઝોલ્યુશન મળશે. આ સાથે જ ડિસ્પ્લેમાં મલ્ટિપલ વૉચ ફેસ અને સ્વેપ કરી શકાય તેવા સ્ટ્રેપ પણ ઉપલબ્ધ હશે. પેબલ સ્પાર્ક અનેક સ્માર્ટ ફીચર્સ સાથે આવે છે, જેમ કે વન-ટેપ વોઇસ આસિસ્ટન્ટ અને ફાઇન્ડ માય ફોન. આ લાઇટવેઇટ સ્માર્ટવોચનું વજન માત્ર 45 ગ્રામ છે.
સ્ટેન્ડબાય મોડ પર 5 દિવસનો બેટરી બેકઅપ
આ સ્માર્ટવોચમાં સાયકલિંગ, રનિંગ, ટેનિસ અને બેડમિન્ટન જેવાં સ્પોર્ટ્સ મોડ્સ મળી રહેશે, જે તમારી ફિટનેસને ટ્રેક કરે છે. તેનું હેલ્થ સૂટ બ્લડ ઓક્સિજન લેવલ, હાર્ટ રેટ અને બીપી સહિત ઘણી વસ્તુઓ પર નજર રાખે છે. પેબલ સ્પાર્કમાં 180mAh બેટરી મળે છે, જે સ્ટેન્ડબાય મોડ પર કમ સે કમ 5 દિવસ અને સિંગલ ચાર્જ પર 15 દિવસ સતત ચાલે છે.