ફરી વધશે ટેરિફની કિંમતો
ARPUમાં વૃદ્ધિ જરૂરી
20-25 ટકા થઈ શકે છે રેવન્યૂ ગ્રોથ
દેશની ટોપ ત્રણ ટેલિકોમ કંપનીઓ આ નાણાકીય વર્ષના બીજા છ મહિનામાં એક વખત ફરી ટેરીફ પ્લાન્સની કિંમતોમાં વધારો કરવા જઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે નાણાકીય વર્ષ 23એ 20 ટકા અને 25 ટકાના રેવન્યૂ ગ્રોથ પર સમાપ્ત કરશે. ડોમેસ્ટિક રેટિંગ એજન્સી ક્રિસિલના રિસર્ચ વિંગના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈન્ડસ્ટ્રી માટે નેટવર્ક અને સ્પેક્ટ્રમમાં રોકાણ કરવા માટે દરેક યુઝર્સનું ARPU વધારવાનું રહેશે. જો આમ નહીં કરવામાં આવે તો તેનું પરિણામ ખરાબ થઈ શકે છે.
રિલાયન્સ જીયોની વાત કરવામાં આવે તો આ કંપનીના માર્કેટમાં એન્ટ્રી બાદથી ટેરિફની કિંમતોને ઓછી કરવામાં આવી છે અને લાભ પણ વધારી દેવામાં આવ્યા છે. પરંતુ આ બધા બાદ ઈન્ડસ્ટ્રીએ ડિસેમ્બર 2019થી ટેરિફમાં વધારો કરવાનો શરૂ કરી દીધો છે. સાથે જ કહેવામાં આવ્યું છે. “ટોપ ત્રણ કંપનીઓના રેવેન્યૂમાં આ નાણાકીય વર્ષમાં 20-25 ટકા વધારો થવાની આશા છે.”
સાથે જ કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2022માં ARPUમાં 5 ટકાના ધીમા વધારા બાદ, નાણાકીય વર્ષ 2023માં 15-20 ટકા ARPU વધારવામાં આવી શકે છે. ટેલિકોમ કંપનીઓના નાણાકીય વર્ષ 23માં નેટવર્ક અને નિયામક કેપેક્સ પર રોકાણ કરવાની આશા છે. એવામાં ARPU વૃદ્ધિ અને ટેરિફ વધારા બાદ વધારો કંઈક ઓછો થઈ શકે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગત નાણાકીય વર્ષમાં કુલ ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. કારણ કે 3.70 કરોડ ઈનએક્ટિવ યુઝર્સને દૂર કરવામાં આવ્યા હતા. એરટેલ, Vi અને Jio એ 290 મિલિયન ગ્રાહકો એડ કર્યા છે.
રિલાયન્સ જિયોએ ઓગસ્ટ 2021 અને ફેબ્રુઆરી 2022 વચ્ચે તેના યુઝર બેઝમાં ઘટાડો નોંધાવ્યો છે. જો કે, તેના એક્ટિવ યુઝર્સનો હિસ્સો માર્ચ 2022માં 94 ટકા સુધી પહોંચ્યો હતો. જ્યારે ગયા નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં તે 78 ટકા હતો.