દમદાર બેટરી અને શાનદાર ફિચર્સ સાથે મોટોરોલાનો નવો સ્માર્ટફોન આવવાની તૈયારીમાં છે
મોટોરોલા ચીને આગામી ફ્રન્ટિયર સ્માર્ટફોન લોન્ચ કરવાની પુષ્ટિ કરી છે
આ ફોન દ્વારા 8K વીડિયો રેકોર્ડિંગ કરી શકાશે
દમદાર બેટરી અને શાનદાર ફિચર્સ સાથે મોટોરોલાનો નવો સ્માર્ટફોન આવવાની તૈયારીમાં છે. ગયા વર્ષે તેને ફ્લેગશિપ માનવામાં આવતું હતું. જોકે, હવે એવો અંદાજ છે કે મોટોરોલાનો ફ્રન્ટિયર સ્માર્ટફોન આ વર્ષે જુલાઈમાં લોન્ચ થશે. ચાલો તમને આજે 200 મેગાપિક્સલ કેમેરાવાળા આ સ્માર્ટફોનના ખાસ ફિચર્સ વિશે જણાવીએ.
મોટોરોલા ચીને આગામી ફ્રન્ટિયર સ્માર્ટફોન લોન્ચ કરવાની પુષ્ટિ કરી છે. આ નવા ટીઝરમાં ફોન વિશે કહેવામાં આવ્યું છે કે, ઇમેજ એક્સપિરિયન્સને વધારવા માટે તેમાં 200MP કેમેરા સેન્સરનું બેન્ચમાર્ક આપવામાં આવ્યું છે. હાલ કંપનીએ કેમેરા સિવાય અન્ય કોઈ માહિતી આપી નથી. અહેવાલ છે કે, ફોનમાં 200MP કેમેરા સેન્સર સેમસંગે બનાવ્યું છે.
આ ફોન દ્વારા 8K વીડિયો રેકોર્ડિંગ કરી શકાશે. આ ડિવાઇસીસ રિમોસાઈઝિંગ એલ્ગોરિધમ અને સેન્સર પિક્સેલ બિનિંગથી 12.5 MP કે 50 MPના ફોટા લઈ શકે છે. ફોનમાં ફ્રન્ટમાં 60 MPનો સેલ્ફી કેમેરો હશે, જે 30FPS પર 8K વીડિયો પણ રેકોર્ડ કરશે. જો મોટોરોલા ફ્રન્ટિયરની ચિપસેટની વાત કરીએ તો તેમાં સ્નેપડ્રેગન 8 જેન 1 ચિપસેટ હોઈ શકે છે.
અહેવાલો પરથી મળતી માહિતી મુજબ મોટોરોલા ફ્રન્ટિયરમાં 4,500mAhની બેટરી હશે. આ બેટરી વાયર અને વાયરલેસ એમ બંને પ્રકારના ચાર્જિંગને સપોર્ટ કરશે. વાયર્ડ ચાર્જિંગમાં 125W સુધીની સ્પીડ મળશે, જ્યારે વાયરલેસ ચાર્જિંગમાં 30Wથી 50Wની સ્પીડ મળી શકે છે.
અફવાઓની માનીએ તો મોટોરોલા ફ્રન્ટિયરમાં 6.67 ઇંચની પોલરાઇઝ્ડ સ્ક્રીન છે, જેમાં 144હર્ટ્ઝ ડિસ્પ્લે રિફ્રેશ રેટ છે. તેની રેમ અને સ્ટોરેજની વાત કરીએ તો આ બે વેરિએન્ટમાં મળી શકે છે. 8 GB રેમ + 128 GB ઈન્ટરનલ સ્ટોરેજ અને બીજામાં 12 GB રેમ + 256 GB ઈન્ટરનલ સ્ટોરેજ મળી રહેશે. જો તમે કિંમતની વાત કરો છો તો તેના વિશે કોઈ ખુલાસો નથી. જોકે, એવી શક્યતા છે કે મોટોરોલા ફ્રન્ટિયરની કિંમત 40 હજારની આસપાસ રહી શકે છે.