MITના એન્જિનિયરોએ કાગળથી પાતળું લાઉડસ્પીકર વિકસાવ્યું છે
ન્યૂનતમ ડિસ્ટોર્શન સાથે અવાજ ઉત્પન્ન કરે છે.
લાઉડસ્પીકરને ચલાવવા માટે ઓછી વીજળીની જરૂર પડે છે
મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (MIT)ના એન્જિનિયરોએ કાગળથી પાતળું લાઉડસ્પીકર વિકસાવ્યું છે જે કોઈપણ સપાટીને સક્રિય ઓડિયો સ્ત્રોતમાં ફેરવી શકે છે. આ સંશોધન IEEE ટ્રાન્ઝેક્શન્સ ઓફ ઈન્ડસ્ટ્રીયલ ઈલેક્ટ્રોનિક્સમાં પ્રકાશિત થયું છે.પરંપરાગત લાઉડસ્પીકરની જેટલી ઉર્જા હોવી જોઈએ તેની સરખામણીમાં આ નાજૂક લાઉડસ્પીકર એક અંશનો ઉપયોગ કરે છે. ન્યૂનતમ ડિસ્ટોર્શન સાથે અવાજ ઉત્પન્ન કરે છે. આ લાઉડસ્પીકર એટલું નાનું છે કે, હાથમાં જ પણ સમાઈ શકે છે. સાથે તે વજનમાં ખૂબ જ હલકું પણ છે. જો તે કોઈપણ સપાટી સાથે જોડાયેલ હોય તો પણ તે હાઈ ક્વાલિટીનો અવાજ ઉત્પન્ન કરે છે. આ માટે સંશોધકોએ ખૂબ જ સરળ ફેબ્રિકેશન ટેકનિકનો ઉપયોગ કર્યો છે. આ લાઉડસ્પીર ઘોંઘાટીયા વાતાવરણમાં સક્રિય અવાજ રદ (Active Noise Cancellation) કરવાની સુવિધા આપે છે. તેનો ઉપયોગ મનોરંજન માટે પણ થઈ શકે છે.
આ લાઉડસ્પીકરને ચલાવવા માટે ઓછી વીજળીની જરૂર પડે છે તે એક પરફેક્ટ સ્માર્ટ ઉપકરણ છે.MIT નેનો ટેકનોલોજીના ડિરેક્ટર અને આ પેપરના વરિષ્ઠ લેખક વ્લાદિમીર બુલોવિક કહે છે કે, કાગળની પાતળી શીટ સાથે 2 ક્લિપને જોડવી. તેને તમારા કમ્પ્યુટરના હેડફોન પોર્ટમાં પ્લગ કરવાનો છે. તેમાંથી નિકળતો અવાજ સાંભળવાથી દિલ સ્પર્શ હોય છે.લાઉડસ્પીકર બનાવા માટે PVDF નામની પીઝોઈલેક્ટ્રિક સામગ્રીની ખૂબ જ પાતળી ફિલ્મ (8 માઈક્રોન)નો ઉપયોગ કર્યો છે. જ્યારે ઉપકરણ દ્વારા 1 kHz (1,000 ચક્ર પ્રતિ સેકન્ડના દરે) 25 વોલ્ટ વિજળી આપવામાં આવી છે. ત્યારે સ્પીકરે 66 ડેસિબલના Conversational Level પર હાઈ ક્વાલિટનો અવાજ ઉત્પન્ન કર્યો હતો. 10 kHz પર ધ્વનિ દબાણનું સ્તર વધીને 86 ડેસિબલ્સ થયું હતું. આ ઉપકરણને સ્પીકર ક્ષેત્રના પ્રતિ વર્ગ મીટર દીઠ માત્ર 100 મેગાવોટ પાવરની જરૂર છે.