વૉઇસ કમાન્ડ પર ચાલશે ટીવી
બધા ટીવીમાં ઇન-બિલ્ટ ક્રોમકાસ્ટ આપવામાં આવ્યું છે.
હોમ એપ્લાયન્સીસની દુનિયામાં દિગ્ગજ અને વિશ્વસનીય કંપની Sony એ ભારતમાં બ્રાવિયા સિરીઝ હેઠળ Bravia X80K સ્માર્ટ ટીવી લોન્ચ કર્યું છે. કંપનીએ Bravia X80Kને 5 ડિસ્પ્લે સાઇઝમાં રજૂ કર્યું છે જેમાં 43 ઇંચ, 50 ઇંચ, 55 ઇંચ, 65 ઇંચ અને 75 ઇંચનો સમાવેશ થાય છે. આ તમામ મોડલમાં HDR10, HLG અને Dolby Vision નો સપોર્ટ મળે છે.આ ઉપરાંત, બહેતર સાઉન્ડ માટે તેમાં 10Wના ડ્યુઅલ સ્પીકર આપવામાં આવ્યા છે, જેની સાથે ડોલ્બી એટમોસ, ડોલ્બી ઓડિયો અને ડીટીએસ ડિજિટલ સરાઉન્ડ સાઉન્ડને સપોર્ટ આપવામાં આવ્યો છે. એટલું જ નહીં, તેમાં Amazon Alexa, Google Assistant અને Google TV માટે સપોર્ટ મળે છે. બધા ટીવીમાં ઇન-બિલ્ટ ક્રોમકાસ્ટ આપવામાં આવ્યું છે. આ ટીવીમાં Apple AirPlay અને હોમકિટ સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. આ ટીવીમાં એલસીડી પેનલ લાગેલી છે. ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ 50Hz છે.
બધા ટીવીમાં Sony 4K HDR પ્રોસેસર X1 આપવામાં આવ્યું છે. જેની સાથે HDR10, Dolby Vision અને HLG ફોર્મેટ માટે સપોર્ટ છે. Sony Bravia X80K સ્માર્ટ ટીવીમાં 16GB સ્ટોરેજ મળે છે પરંતુ, હજુ સુધી રેમ સંબંધિત કોઈ અપડેટ નથી, ટીવીમાં ગેમિંગ માટે ઓટોમેટિક લો લેટન્સી મોડ પણ છે.કનેક્ટિવિટી માટે Sony Bravia X80K સ્માર્ટ ટીવીમાં HDMI 2.1, Dual Band Wi-Fi, Bluetooth v4.2, 4HDMI પોર્ટ, ઇન-બિલ્ટ ક્રોમકાસ્ટ, ઓડિયો જેક અને બે USB પોર્ટ છે. ટીવી સાથે માઇક્રોફોનની સુવિધા પણ મળે છે, તમે તેનો ઉપયોગ વૉઇસ કમાન્ડ માટે કરી શકો છો.Sony Bravia X80K સ્માર્ટ ટીવીના 55-ઇંચ મોડલની કિંમત 94,990 રૂપિયા છે. કંપનીએ અન્ય મોડલ્સની કિંમત વિશે કોઈ માહિતી આપી નથી. સોની સ્ટોર સિવાય આ ટીવી અન્ય રિટેલ સ્ટોર્સ પરથી પણ ખરીદી શકાય છે.