ઘણા લોકો આની રીત જાણવા માટે ગૂગલ ખંખોળી નાંખતા હોય છે
આનો ઉપયોગ કેટલાંય દેશોની મિલિટરી અને સરકારો કરતી હોય છે
આવા સોફટવેર ન માત્ર તમારા ફોનમાંથી ડેટાની ચોરી કરે છે, તે તમને ખોટી જાણકારી પણ આપે છે
શું તમે કોઈ યુઝરની લોકેશન ટ્રેક કરવા માંગો છો અને તમારી પાસે ખાલી એનો ફોન નંબર જ છે? તો શું કોઈની લોકેશન ટ્રેક થઈ શકે? ચાલો, જાણીએ પોલીસ કેવી રીતે ટ્રેક કરે છે યુઝરની લોકેશન.
શું તમે કોઈ વ્યક્તિની લોકેશન તેના ફોન નંબરથી ટ્રેક કરવા માંગો છો? ઘણા લોકો આ કરવા માંગતા હોય છે. ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડની લોકેશન જાણવું હોય કે કોઈ વ્યક્તિનું લાઈવ લોકેશન જાણવું હોય. તમે આ તેને જાણ કર્યા વગર માત્ર મોબાઈલ નંબરથી કરી શકો છો. ઘણા લોકો આની રીત જાણવા માટે ગૂગલ ખંખોળી નાંખતા હોય છે. પણ એમને કંઇક નકામું જ મળતું હોય છે. જો તમે આવા કોઈ યુકિતની શોધમાં છો તો ગૂગલ તમને આમથી તેમ ભટકાવશે પણ એનો ચોક્કસ રસ્તો તમને મળશે જ નહીં.
તો શું માની લેવું જોઈએ કે એવો કોઈ તરકીબ છે જ નહીં? ના, તરકીબ તો ઘણી છે, પણ ત્યાં સુધી તમારું પહોંચવું મુશ્કેલ છે. ચાલો જાણીએ મોબાઇલ નંબરથી કોઈને ટ્રેક કરવાની તરકીબ.
સ્પાય સોફ્ટવેર
પેગાસસનું નામ તો તમે સાંભળ્યું હશે. તે એક સ્પાયવેર છે. જેની મદદથી કોઈની પણ જાસૂસી તેને કોઈ પણ જાણ થયા વગર શક્ય છે. પણ આ કોઈ 100 કે 1000 રૂપિયાવાળું સોફવર નથી.
આનો ઉપયોગ કેટલાંય દેશોની મિલિટરી અને સરકારો કરતી હોય છે. જોકે તે પકડાઈ ગયા બાદ તેને બેન કરી દેવાયુ છે. જો તમે ગૂગલ સર્ચ કરશો તો આવા કેટલાય નકલી સોફ્ટવેર તમને જોવા મળશે.
આવા સોફટવેર ન માત્ર તમારા ફોનમાંથી ડેટાની ચોરી કરે છે, તે તમને ખોટી જાણકારી પણ આપે છે. તમને માત્ર એવું લાગશે કે સોફ્ટવેર ફોન નંબરની મદદથી અન્ય યુઝરને ટ્રેક કરી રહ્યું છે.
તો પોલીસ કેવી રીતે કામ કરે છે?
પોલીસ પણ કોઈને ટ્રેક કરવા માટે તેના મોબાઈલ નંબર કે IMEI નંબર વાપરે છે. તે માટે પોલીસે ટેલિકોમ કંપનીઓ સાથે કામ કરવું પડે છે.
ટેલિકોમ કંપની પોલીસને એ જાણકારી આપે છે કે ટ્રેકિંગ કરાયેલ નંબર કયા ટાવર પાસે એક્ટિવ હતો અને હાલમાં કેટલો દૂર છે. આ રીતે પોલીસની ટીમને અપરાધીનું અંદાજે લોકેશન મળી જાય છે.