તમારાં મનપસંદ ડિવાઇસમાંથી સ્વિચ કરવાની સ્વતંત્રતા મળશે
એન્ડ્રોઇડ સ્માર્ટફોનથી આઇફોનમાં ડેટા ટ્રાન્સફર કરવાની સુવિધા શરૂ કરી દીધી
વ્હોટ્સએપે ટ્વિટર પર કહ્યું, ‘ચેટ્સને સેવ રાખવાની નવી રીત સૌથી વધુ મહત્વની છે
વ્હોટ્સએપે બુધવારના રોજ આખરે એન્ડ્રોઇડ સ્માર્ટફોનથી આઇફોનમાં ડેટા ટ્રાન્સફર કરવાની સુવિધા શરૂ કરી દીધી છે. અત્યાર સુધી, વ્હોટ્સએપ પર ચેટ, મીડિયા અને અન્ય જરૂરી ડેટા જૂના એન્ડ્રોઇડ ફોનથી નવા એપલ ડિવાઇસમાં ટ્રાન્સફર કરી શકાતાં ન હતાં.
વ્હોટ્સએપે ટ્વિટર પર કહ્યું, ‘ચેટ્સને સેવ રાખવાની નવી રીત સૌથી વધુ મહત્વની છે. આજે, તમારી પાસે તમારી આખી ચેટ હિસ્ટ્રીને એન્ડ્રોઇડથી iOSમાં ટ્રાન્સફર કરવાની ક્ષમતા હશે. હવે તમને તમારાં મનપસંદ ડિવાઇસમાંથી સ્વિચ કરવાની સ્વતંત્રતા મળશે. જો તમે એન્ડ્રોઇડથી આઈફોન તરફ જઇ રહ્યા છો તો તમે તમારાં એકાઉન્ટની માહિતી, પ્રોફાઇલ ફોટો, વ્યક્તિગત ચેટ, ગ્રુપ ચેટ, ચેટ હિસ્ટ્રી, મીડિયા અને સેટિંગ્સ ટ્રાન્સફર કરી શકો છો. જો કે, ત્યાં કોઈ કોલ હિસ્ટ્રી અથવા ડિસ્પ્લે નામ ટ્રાન્સફર નહીં થાય. ટ્રાન્સફર કરવા માટે તમારે એન્ડ્રોઇડ ડિવાઇસ એન્ડ્રોઇડ OS લોલીપોપ, SDK 21 અથવા તેનાથી વધુ અથવા એન્ડ્રોઇડ 5 અથવા તેનાથી વધુની જરૂર પડશે. આ સાથે જ આઇફોનમાં iOS 15.5 અથવા તે પછીનો હોવો જોઇએ.
એન્ડ્રોઇડથી આઇફોનમાં તમારાં ડેટાને ટ્રાન્સફર કરવાની પ્રોસેસ
- તમારાં એન્ડ્રોઇડ ફોન પર મૂવ ટુ iOS એપ ઓપન કરો અને સ્ક્રીન પર દેખાતાં કમાન્ડને ફોલો કરો.
- તમારાં આઇફોન પર એક કોડ દેખાશે. તેને તમારાં એન્ડ્રોઇડ ફોનમાં એન્ટર કરો.
- ટ્રાન્સફર ડેટા સ્ક્રીન પર વ્હોટ્સએપના વિકલ્પને પસંદ કરો.
- તમારાં એન્ડ્રોઈડ ફોન પર સ્ટાર્ટ ટેપ કરો અને ડેટા ઈમ્પોર્ટ માટે રેડી થાય ત્યાં સુધી રાહ જુઓ.
- એકવાર ડેટા તૈયાર થઈ જાય પછી તમે તમારાં એન્ડ્રોઇડ ફોનમાંથી સાઈન આઉટ થઈ જશો.
- મૂવ ટુ iOS એપ પર પાછા ફરવા માટે Next પર ટેપ કરો.
- તમારાં એન્ડ્રોઇડ ફોનમાંથી તમારાં આઇફોનમાં ડેટા ટ્રાન્સફર કરવાનું ચાલુ રાખો અને તેના પર ટેપ કરો.
- આ પછી ટ્રાન્સફરની કન્ફોર્મેશન માટે મૂવ ટુ iOSની રાહ જુઓ.
- એપ સ્ટોરમાંથી વ્હોટ્સએપનું નવું વર્ઝન ઇન્સ્ટોલ કરો.
- વોટ્સએપ ઓપન કરો અને તમારાં જૂનાં ડિવાઈસ પર ઉપયોગમાં લેવાયેલાં એ જ ફોન નંબરનો ઉપયોગ કરીને લોગ ઈન કરો.
- આ પછી સ્ટાર્ય પર ટેપ કરો અને પ્રોસેસને પૂરી થવા દો.
- મૂવ ટુ iOS એપ સાથે જોડાવવા માટે ફેક્ટરી ન્યૂ અથવા ફેક્ટરી સેટિંગ્સમાં રીસેટ કરો.
- તમારા બંને ડિવાઈસ એક જ પાવર સોર્સ તથા એક જ વાઈ-ફાઈ નેટવર્ક સાથે જોડાયેલાં હોવા જોઈએ.