- સ્વીડનની ડિસરપ્ટિવ સબ-ડર્મલ્સ કંપનીએ બનાવી એડવાન્સ ચિપ
- નાની એવી ચિપમાં તમારો ડેટા થઈ શકે છે સ્ટોર
- ઘણા લોકોએ આ માઇક્રોચિપનો ઉપયોગ કર્યો શરૂ
21મી સદી ચાલી રહી છે. ત્યારે આજના આ આધુનિક યુગમાં રોજે નાવી નવી ટેકનૉલોજિ આવી રહી છે. રોજે કોઈને કોઈ નવી ટેકનૉલોજિનું પ્રશિક્ષણ કરવામાં આવે છે. જેટલી નવી સુવિધા અને ટેકનૉલોજિ આવી રહી છે. સામે તેટલાજ પ્રમાણમાં લોકોની ગોપનીયતા ખોવાઈ રહી છે. ત્યારે સ્વીડનમાં એક ડિસરપ્ટિવ સબ-ડર્મલ્સ કંપની એક માઇક્રોચિપ વિકસાવી રહી છે. જેમાં કોઈપણ વ્યક્તિ તેમના અંગત ડેટાને સુરક્ષિત કરી શકે છે અને તેને શરીરમાં ફીટ કરી શકે છે. વ્યક્તિગત ડેટાને અનલૉક કરવા માટે કોડને ચિપમાં પણ દાખલ કરી શકાય છે. આ માઈક્રોચિપનો ઉપયોગ હજુ મોટા પાયે શરૂ થયો નથી. પરંતુ હજારો લોકોએ તેનું પ્રત્યારોપણ કર્યું છે. જેમણે આ માઈક્રોચિપ લગાવી છે તેઓએ તેમાં બિઝનેસ કાર્ડ અને પબ્લિક ટ્રાન્સપોર્ટ કાર્ડ જેવી ઘણી માહિતી મૂકી છે. સ્ટોકહોમના રહેવાસી અમાન્ડા બેક, જેમણે ચિપ લગાવી છે, તેણે કહ્યું, “મને લાગે છે કે આ રીતે મારો મારા ડેટા પર સંપૂર્ણ નિયંત્રણ છે, કારણ કે સ્વીડનમાં મોટી સંખ્યામાં બાયોહેકર્સ મારા ડેટા સાથે ચેડા કરી શકે છે.”
કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર હૈંસ સોબ્લાડના હાથમાં પણ ચિપ ઈમ્પ્લાન્ટ છે. તેમણે કહ્યું કે, મેં મારો કોવિડ પાસપોર્ટ પણ તેમાં નાખ્યો છે જેથી હું જ્યારે ઈચ્છું ત્યારે તેના સુધી પહોંચી શકું. સોબલાદે તેના ફોન પર ખુલ્લી રસીના પ્રમાણપત્રની પીડીએફ પણ બતાવી. તેમણે જણાવ્યું કે, આ ચિપ લગાવવાનો કુલ ખર્ચ 100 યુરો એટલેકે લગભગ 8,500 રૂપિયા જેટલો જ છે.
આજના આધુનિક સમયમાં હેલ્થ વેરેબલ અને રિસ્ટ વેરેબલનો ઉપયોગ વધ્યો છે. ત્યારે આ બધી વસ્તુ કરતાં ચિપ ઈમ્પ્લાન્ટેશન આના કરતા ઘણું સસ્તું છે. વેરેબલનો ઉપયોગ માત્ર ત્રણથી ચાર વર્ષ માટે થઈ શકે છે જ્યારે ચિપ ઈમ્પ્લાન્ટનો ઉપયોગ 20, 30 અને 40 વર્ષ માટે થઈ શકે છે. કંપનીના એમડી હૈંસ સોબ્લાડે કહ્યું, “ઘણા લોકો ચિપ ઇમ્પ્લાન્ટને ડરામણી અથવા સર્વેલન્સ ટેક્નોલોજી તરીકે માને છે, પરંતુ તે ખરેખર એક ઓળખ ટેગ જેવું છે.
બોડીમાં માઇક્રોચિપમાં બેટરી હોતી નથી. તે જાતે જ કોઈ સિગ્નલ મોકલી શકતું નથી. તેઓ તેનો ઉપયોગ કરનાર વ્યક્તિનું સ્થાન પણ કહી શકતા નથી. હકીકતમાં, આ ચિપ ઊંઘમાં રહે છે અને તેને સ્માર્ટફોન સાથે સ્પર્શ કર્યા પછી જ જાગી જાય છે. તે ઘણા કિસ્સાઓમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.