- વોટ્સએપ ચેટ લીક થતાં બચાવવાની ટ્રીક
- આ ટ્રીક અને સુરક્ષિત રાખો તમારું એકાઉન્ટ
- શંકાસ્પદ અને અજાણી લિંક પર ક્લિક કરવાનું ટાળો
જેમ–જેમ વોટ્સએપના યૂઝર્સ અને ફીચર્સ વધી રહ્યા છે તેમ-તેમ આ પ્લેટફોર્મ પર ફ્રોડ અને સાયબર એટેકના કિસ્સા પણ વધી રહ્યા છે. આ સિવાય તમારા સર્કલના લોકો તમારા વોટ્સએપથી ઘણી મહત્વની ચેટ કે ડોક્યુમેન્ટ્સ પણ ચોરી શકે છે. આવી સ્થિતિમાં, તમારે સજાગ રહેવાની સાથે વોટ્સએપને સુરક્ષિત રાખવાની જરૂર છે. અહીં અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે તમારા વોટ્સએપને હેક થવાથી બચાવી શકો છો.
તમારા વોટ્સએપને સુરક્ષિત રાખવા માટેનું પહેલું પગલું એ છે કે તેના સ્ક્રીનને લોક ચાલુ રાખવું. આ પાસવર્ડ વિના તમારું વોટ્સએપ ખોલશો નહી એટલે તેને હેક કરવું કોઈના માટે સરળ નહીં હોય. વોટ્સએપ પર જ સેટિંગમાં જઇને પ્રાઇવસી ઓપ્શનમાં તમને આ ઓપ્શન મળશે.
કોઈપણ એકાઉન્ટને સુરક્ષિત કરવા માટે ટુ સ્ટેપ વેરિફિકેશન બેસ્ટ છે. જો તમે તેને તમારા વોટ્સએપ એકાઉન્ટ પર પણ લગાવશો, તો તમારું એકાઉન્ટ હેક થવાથી અને ચેટ લીક થવાથી બચી જશે. તેને ચાલુ કરવા માટે, વોટ્સએપના સેટિંગ્સ પર જાઓ અને બે સ્ટેપ વેરિફિકેશન પર ક્લિક કરીને તેને ચાલુ કરો.
હેકર્સ કોઈપણ ઉપકરણને હેક કરવા માટે ઘણીવાર લિંક્સનો આશરો લે છે. તે તમને એવા મેસેજ, વોટ્સએપ અથવા ઇ-મેઇલ પર એક લિંક મોકલે છે, જેમાં વાયરસ હોય છે. તેના પર ક્લિક કરતા જ તમારો ફોન તેમના કંટ્રોલમાં આવી જાય છે. તેથી હેકર્સથી બચવા માટે જરૂરી છે કે તમે કોઈ પણ શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરો.
સામાન્ય રીતે આપણે ઓફિસમાં અથવા ઘરે લેપટોપ પર કામ કરતી વખતે આપણા વોટ્સએપ વેબ પર લોગ-ઇન કરીને ભૂલી જાય છે. વેબ લોગ-ઈન પર લોગ આઉટ થતુ નથી. આવી સ્થિતિમાં, જો અન્ય યુઝર બ્રાઉઝર પર વોટ્સએપ વેબ ટાઇપ કરે છે, તો તમારું એકાઉન્ટ આપમેળે ખુલશે. આનાથી તમારી ચેટ, તમારો ડેટા અને અન્ય માહિતી તેના હાથમાં આવી શકે છે. જો તમારો ફોન ખોવાઈ જાય છે તો તરત જ તમારું વોટ્સએપ એકાઉન્ટ બંધ કરી દો. જેથી ફોન કોઈ બીજાના હાથમાં જાય તો પણ તમારો વોટ્સએપ ડેટા અને ચેટ તેને જડે નહીં.