દોસ્તીના નામે છેતરપિંડી થવા સામાન્ય બાબત બની ગઇ છે
ફેક પ્રોફાઇલ દ્વારા યુવકોને ફસાવેછે
સોશિયલ મીડિયા પર થોડી સાવચેતી રાખવાથી ભવિષ્યમાં આવનારી મુશ્કેલીથી બચી શકો છો
નવા મિત્રો (Friends) બનાવવા કોને નથી ગમતા? આજની વ્યસ્ત અને ભાગદોડ ભરી જીંદગીમાં કોઈ એવો મિત્ર રાખો જે તમારી વાત સાંભળે અને તમને સમજે. આ જ કારણે લોકો નવા મિત્રોની શોધ માટે સોશિયલ મીડિયાનો (Social Media) સહારો લે છે. તેમાં પણ યુવકો નવા મિત્રો બનાવવા માટે સૌથી વધુ આતુર હોય છે. પરંતુ ઘણી વખત તેમની આ આતુરતા તેમને નવી જ મુશ્કેલીમાં (Problems) નાખી દે છે. આજકાલ દોસ્તીના નામે છેતરપિંડી થવા સામાન્ય બાબત બની ગઇ છે. જેની ઝપેટમાં યુવાનો ફસાઇ રહ્યા છે.
હકીકતમાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જો કોઇ છોકરીની રીક્વેસ્ટ (Girls Request) આવે છે તો તેઓ તેમની સાથે વાતચીત શરૂ કરી દે છે. આવા કિસ્સાઓ દેશમાં અને ગુજરાતમાં પણ અનેક વખત સામે આવ્યા છે, જેમાં ફેક પ્રોફાઇલ (Fake profile)દ્વારા યુવકોને ફસાવીને તેમને બ્લેકમેઇલ કરવામાં આવે છે.
આ એક ગંભીર સમસ્યા છે અને તેથી જ અમે તમને એક સરળ ટ્રીક (Tricks to find out Fake Account) જણાવવા જઇ રહ્યા છીએ, જેને તમને આવતી કોઇ પણ છોકરીની રીક્વેસ્ટ પર અજમાવી શકો છો અને તેની પ્રોફાઇલ સાચી છે ખોટી તે જાણી શકો છો.
તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટમાં કોઈ અજાણી છોકરીની પ્રોફાઇલ આવતા પહેલા તમે જે થોડી સાવચેતી રાખો છો, તેનાથી તમે ભવિષ્યમાં આવનારી કોઈ પણ મુશ્કેલીથી બચી શકો છો. અને તે પદ્ધતિ પણ ખૂબ જ સરળ છે,
પરંતુ ઉત્સુકતામાં મોટાભાગના લોકો આ ટ્રીક તરફ ધ્યાન આપતા નથી જેનું પરિણામ પછીથી ભોગવવું પડે છે. અમે જે રીતે તમને જણાવી રહ્યા છીએ, તેમાં બસ તમારે એક વાતનું ધ્યાન રાખવું પડશે કે તમને મોકલેલી ફ્રેન્ડ રિક્વેસ્ટ ગર્લની પ્રોફાઇલ ક્યારે બની હતી.
કારણ કે જો પ્રોફાઈલ ફેક હશે, તેને થોડા દિવસ કે મહિના પહેલા જ બનાવવામાં આવી હશે. આ સિવાય તમે એ પણ ચકાસો કે તે છોકરીના કેટલાક ફોટા એક જ દિવસમાં અપલોડ કરવામાં આવ્યા છે. જો તમને પણ કોઈ એવી પ્રોફાઇલ દેખાય કે જેના તરફથી તમને ફ્રેન્ડ રિક્વેસ્ટ મળી હોય તો સાવધાન થઇ જાવ અને તેને એક્સેપ્ટ કરશો નહીં.
અન્ય એક રીત
આ પછી પણ જો તમારે પ્રોફાઇલની વાસ્તવિકતા જાણવી હોય તો તે યુવતીએ અપલોડ કરેલા ફોટો પરની કમેન્ટ્સ તમે જુઓ. આવી પ્રોફાઈલમાં જે ફેક હોય છે તેમાં બિભત્સ કોમેન્ટ્સ કરવામાં આવી છે, જેને ન તો ડિલીટ કરવામાં આવી છે કે ન તો પ્રોફાઈલ પર્સન તરફથી તેના પર કોઈ રિએક્શન આવ્યું છે.
કઇ રીતે ફસાય છે યુવકો?
તમારી સાથે પહેલા આવી ફેક પ્રોફાઇલ બનાવીને વાત કરવામાં આવે છે. પછી તમારો મોબાઇલ નંબર લેવામાં આવે છે અથવા સોશિયલ કોલિંગ દ્વારા સીધી વીડિયોની ઓફર કરવામાં આવે છે.
વીડિયો કોલ શરૂ થયા બાદ વાતચીત બીજા લેવલ સુધી પહોંચી જાય છે અને વીડિયો કોલિંગ પર દેખાતી યુવતી કે મહિલા પોતાના કપડા ઉતારવાનું કહે છે અને આમ કરવામાં વીડિયો રેકોર્ડ કરવામાં આવે છે જે બાદમાં પોલીસ કે ઘરના સભ્યોને કહેવાના નામે બ્લેકમેઇલ કરવામાં આવે છે. તેથી ધ્યાનમાં રાખો કે તમારી સાથે આવું ન થાય, કોઈપણ અજાણી પ્રોફાઇલ સ્વીકારતા પહેલા તેની સંપૂર્ણ તપાસ કરો.