ઈન્સ્ટાગ્રામે પોતાના પ્લેટફોર્મ પર ઘણા મોટા ફેરફાર કર્યા
હવે યુઝર્સને 15 મિનિટથી નાનો કોઈ પણ વીડિયો Reelsમાં દેખાશે
કંપનીનુ સંપૂર્ણ ધ્યાન હવે રીલ્સ પર કેન્દ્રીત થયુ
વીડિયો અને ફોટો શેરિંગ પ્લેટફોર્મ Instagram પર મોટો ફેરફાર થઇ રહ્યો છે. તમે ઈન્સ્ટાગ્રામના નવા યુગમાં એન્ટ્રી કરી રહ્યાં છો, જેમાં કંપનીનુ ધ્યાન હવે વીડિયો પર હશે. વીડિયો પણ શું રીલ્સ પર હશે. હવે ઈન્સ્ટાગ્રામ પર 15 મિનિટથી નાનો કોઈ પણ વીડિયો રીલ્સની જેમ બતાવવામાં આવશે. જો કે, પહેલા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોને રીલ્સમાં બદલવામાં આવશે નહીં. કંપનીએ આ ફેરફારની શરૂઆત થોડા અઠવાડિયા પહેલા કરી છે અને આગામી થોડા અઠવાડિયામાં આ કાયમી થઇ જશે.
નવુ અપડેટ ઈન્સ્ટાગ્રામની એવા પ્રયાસનો ભાગ છે, જેમાં એપ યુઝર્સને ફૂલ સ્ક્રીન એક્સપીરિયન્સ પ્રદાન કરવા માગે છે. આ ઉપરાંત યુઝર્સને બધા વીડિયો હવે એક ટેપમાં જોવા મળશે. આ ફેરફાર બાદ પબ્લિક એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવેલા વીડિયો રીલ્સ તરીકે કન્સીડર થશે. કોઈ પણ આ રીલ્સને ડિસ્કવર કરી શકે છે અને તમારા ઓરિજનલ ઑડિયોનો ઉપયોગ રીલ્સ બનાવવા માટે કરી શકે છે. જો તમારું એકાઉન્ટ પ્રાઈવેટ સેટ છે તો તમારી Reels માત્ર તમારા ફોલોઅર્સને દેખાશે.
જ્યારે તમે પબ્લિક એકાઉન્ટમાંથી રીલ પોસ્ટ કરો છો તો કોઈ પણ તેની સાથે રિમિક્સ કરી શકે છે. જો કે, તમે એકાઉન્ટ સેટિંગમાં ફેરફાર કરીને બંધ કરી શકો છો.