બેક કવર પોતે જ ઘણી રીતે ફોનને નુકસાન પહોંચાડે છે
સ્માર્ટફોનને કવર લગાવીને ચાર્જ કરો છો, તો તેમની ચાર્જીંગ સ્પીડ પણ ધીમી પડી જશે
કવર રબર ના હોય કે હાર્ડ પ્લાસ્ટિકના તેમાંથી ગરમી સહેલાઈથી બહાર આવતી નથી.
ઘણા લોકો સ્માર્ટફોનના પ્રોટેક્શન માટે બેક કવરનો ઉપયોગ કરે છે. જો કે તે ફોનને સુરક્ષિત રાખે છે, પરંતુ આ કવર પોતે જ ઘણી રીતે ફોનને નુકસાન પહોંચાડે છે કવરનો ઉપયોગ કરવાથી ફોનને કેવી રીતે નુકસાન થાય છે? પરંતુ લાંબાગાળે કવરના કારણે તમારા ફોનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે. મોટાભાગના લોકો કવરનો ઉપયોગ કરે છે તેનું કારણ માત્ર ફોનનું પ્રોટેક્શન છે, પરંતુ જો તમારા ફોનમાં ગરબડ થવાનું કારણ પ્રોટેક્ટર બની જાય તો તમે શું કરશો ?
પર્ફોમન્સ પર અસર
જ્યારે પણ સ્માર્ટફોન નાનું કે મોટું કામ કરે છે ત્યારે પ્રોસેસરમાંથી ગરમી બહાર નીકળે છે અને કવરને કારણે આ ગરમી સરળતાથી બહાર નીકળતી નથી, તેથી પ્રોસેસર પરફોર્મન્સ ધીમું કરી દે છે
ચાર્જિંગ સ્પીડમાં અસર
સ્માર્ટફોનને કવર લગાવીને ચાર્જ કરો છો, તો તેમની ચાર્જીંગ સ્પીડ પણ ધીમી પડી જશે. આનું કારણ પર પર્ફોમન્સ વાળું જ છે. ગરમી બરોબર બહાર ન નીકળતા ફોન ચાર્જીગ સ્પીડને ધીમી પાડી દે છે,
સ્ક્રીનમાંથી નીકળે ગરમી
કવર રબર ના હોય કે હાર્ડ પ્લાસ્ટિકના તેમાંથી ગરમી સહેલાઈથી બહાર આવતી નથી. બીજી તરફ તમારા ફોનની સ્ક્રીન કવર કરતા ગરમીને સરળતાથી બહાર કાઢી શકે છે. આવી સ્થિતિમાં, ફોનની ગરમી સ્ક્રીનમાંથી બહાર આવે છે, જે મોબાઇલ માટે બિલકુલ સારી વાત નથી.
નેટવર્ક પર અસર
નેટવર્કનો મતલબ એટલે કનેક્ટિવિટી. કવરના કારણે ફોનના મોટા ભાગના સેન્સર કવર થઈ જતા હોવાથી નેટવર્ક રિસેપ્શન અને કનેક્ટિવિટીમાં ઘણી સમસ્યાઓ આવે છે.વધુ સારી કનેક્ટિવિટી માટે, તમારે ફોનનું કવર દૂર કરવું જોઈએ.
ફીચર્સ કામ નથી થતા
વાયરલેસ ચાર્જિંગ, NFC, ટેપ ટુ પે અને કમ્પાસ જેવા ઘણા ફીચર્સ તમારા સ્માર્ટફોનના કવરને કારણે યોગ્ય રીતે કામ કરતા નથી. કારણ કે આ ફીચરને કામ કરવા માટે જે સેન્સરની જરૂર પડે છે, તેને તમે કવરથી ઢાંકી દીધા છે.
ફોનને નુકસાન
કેસ કે કવરના કારણે તમારા ફોનમાં ઘણી જગ્યાએ ધૂળ જમા થઇ જાય છે. તેના કારણે ઘણી વખત ફોન સ્ક્રેચ થઇ જાય છે અને ઘણી વખત તો ચાર્જિંગ અને અન્ય પોર્ટ પણ બ્લોક થઇ જાય છે. સાથે જ કવરના કારણે હેન્ડસેટનું વજન પણ વધી જાય છે. આવી સ્થિતિમાં, જો તમે તેનો ઉપયોગ કવર વિના કરો તો તે વધુ સારું રહેશે.