બે સિમ કાર્ડ વાપરતા હોવ તો વાંચી લેજો
વધી રહ્યા છે રિચાર્જ પેકના ભાવ
જાણો કંપનીઓનો શું છે પ્લાન
તમારા મોબાઈલ રિચાર્જ પેકના ભાવ ફરી વધવાના છે. આમ થોડા મહિના પહેલા પણ થયું હતું. મોબાઈલ કંપનીઓ આ તૈયારીમાં લાગી ગઈ છે. પેકના ભાવ વધવાથી તમારા ડેટા પેક અને વોઈસ પેક મોંઘા થઈ જશે. પહેલાથી વધી રહેલી મોંઘવારીમાં આ ભાવ વધારો લોકોના ખિસ્સા ખાલી કરી શકે છે. એક રિપોર્ટ અનુસાર મોબાઈલ કંપનીઓ એ ગ્રાહકના સિમ પર ધ્યાન આપી રહી છે જે એક્ટિવ નથી. જેમણે સિમ લીધુ છે પરંતુ તેને ઓછુ રિચાર્જ કરે છે અને તેનો ઓછો ઉપયોગ કરે છે. જે સિમ એક્ટિવ નથી તેને બંધ કરી દેવામાં આવશે.
તેનાથી ગ્રાહકોની સંખ્યા ઘટશે. જેથી રિચાર્જ પેક મોંઘા કરીને તેની ભરપાઈ કરવામાં આવશે.મોબાઈલ કંપનીઓએ કહ્યું છે કે ‘એવરેજ રેવેન્યૂ પર યુઝર’ એટલે કે ARPUમાં સુધાર લાવવા માચે રિચાર્જ પેક મોંઘા કરવા જરૂરી છે. તેના માટે કંપનીઓ સસ્તા રિચાર્જ કરનાર અથવા ઈનએક્ટિવ ગ્રાહકોને બહાર કરશે. આ પહેલા ડિસેમ્બર 2021માં ટેરિફના રેટ વધારવામાં આવ્યા હતા. આ રેટ વધારા બાદ મોટાભાગના ગ્રાહકોએ પોતાના સિમ બંધ કરાવી દીધા જેમની પાસે એકથી વધારે સિમ કાર્ડ હતા. એવા સિમ બંધ કરાવવામાં આવ્યા જે રિચાર્જ વગર ચાલતા હતા. એવા ગ્રાહકોના બહાર થવાથી રિલાયન્સ જીયોનો સૌથી વધારે ફાયદો થયો કારણ કે એક્ટિવ યુઝર્સની સંખ્યા વધી ગઈ હતી.
ટેલીકોમ સેક્ટરના જાણકારો અનુસાર ભારતીય એરટેલ પોતાના ARPU વધારવા માંગે છે અને જીયો પોતાના નેટવર્ક પર એક્ટિવ યુઝરની સંખ્યામાં સુધારો કરવામાં લાગ્યું છે. એવામાં ભવિષ્યમાં ટેરિફ રેટમાં વધારો જોવા મળી શકે છે.ભારતીય એરટેલે આ વર્ષમાં પોતાના એઆરપીયુ 200 સુધી લઈ જવાની તૈયારી બતાવી છે. જ્યારે ગયા વર્ષ ડિસેમ્બરમાં આ 163 હતું. વોડાફોન આઈડિયાએ પણ પોતાના એઆરપીયુ વધારવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.હાલનો એક રિપોર્ટ જણાવે છે કે મોબાઈલ ટેરિફના રેટ વધવાથી વાયરલેસ ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો આવ્યો છે. પરંતુ એક્ટિવ યુઝર્સની સંખ્યા વધી છે. એક્ટિવ યુઝર્સનો અર્થ છે કે પહેલા કોઈ વ્યક્તિની પાસે બે સિમ કાર્ડ હતા તેમાંથી એક બંધ કરીને બીજુ ચાલુ રાખવામાં આવ્યું છે.પહેલા બન્ને સિમ રેગ્યુલર ચાલતા ન હતા . પરંતુ હવે એક સિમ હોવાથી લોકોએ હંમેશા રિચાર્જ કરવાનું શરૂ કર્યું છે. આજની તારીખમાં મોબાઈલ હવે જરૂરી સેવામાં શામેલ થઈ ગયો છે જેનાથી તેનો ઉપયોગ વધતો જઈ રહ્યો છે.