ગૂગલ સ્ટ્રીટ વ્યૂ ફીચરની રાહ જોઈ રહ્યા હતા
અમેરિકામાં તો 15 વર્ષ પહેલાં જ લોન્ચ કરી દેવામાં આવ્યું
ટ્રાફિકની સમસ્યા હશે તો અથવા જે રોડ પર ટ્રાફિક નહીં હોય તે અંગે જાણકારી આપશે
છેલ્લા ઘણા સમયથી ભારતીયો ગૂગલ સ્ટ્રીટ વ્યૂ ફીચરની રાહ જોઈ રહ્યા હતા. હવે આતુરતાનો અંત આવ્યો છે. ગૂગલે આ ફીચરને ભારતમાં લોન્ચ કરી દીધું છે. તો બીજી તરફ અમેરિકામાં તો 15 વર્ષ પહેલાં જ લોન્ચ કરી દેવામાં આવ્યું હતું. લોકો હવે ઘરે બેઠા કોઈ પણ સ્થળને શોધી શકશે અને કોઈપણ સ્થળ અથવા રેસ્ટોરન્ટનો અનુભવ કરી શકશો. તો બીજી તરફ ગૂગલ મેપ હવે લોકલ ટ્રાફિક પોલીસની મદદથી સ્પીડ લિમિટ, કોઈ રોડ બંધ હશે અથવા તો કોઈ રોડ પર ટ્રાફિકની સમસ્યા હશે તો અથવા જે રોડ પર ટ્રાફિક નહીં હોય તે અંગે જાણકારી આપશે.
ગૂગલ સ્ટ્રીટ વ્યુ ફીચર શું છે?
ગૂગલ સ્ટ્રીટ વ્યૂ એ એક ટેક્નોલોજી છે જે ગૂગલ મેપ્સ અને ગૂગલ અર્થ એપ્લિકેશન દ્વારા વિશ્વની ઘણી શેરીઓમાં સ્થળોએથી ઇન્ટરેક્ટિવ પેનોરમા આપે છે. તેને સૌપ્રથમ 2007માં અમેરિકાના કેટલાક શહેરોમાં લોન્ચ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ વિશ્વભરના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ કરવા માટે તેનો વિસ્તાર કરવામાં આવ્યો હતો. ગૂગલ મેપમાં જે રસ્તાઓના ફોટા મળ્યા છે તેના પર બ્લૂ લાઈન્સ બતાવવામાં આવી છે.
આ ફીચરની ઉપયોગ કરવાની આ રહી પ્રોસેસ
આ ફિચરનો ઉપયોગ કરવાનો બહુ જ સહેલો છે. આ માટે તમારે ગૂગલ મેપ્સને ઓપન કરવાની જરૂર પડશે અને કોઈ પણ એક શહેરના એક રસ્તાને ઝૂમ કરીને તમે એરિયા પર ક્લિક કરો જેને તમે જોવા માગો છો. આ સિવાય આ ફીચરની મદદથી લોકલ કેફે અને કલ્ચરલ હોટસ્પોટ સેન્ટર અથવા આસપાસના લોકલ એરિયા વિશે પણ જાણી શકો છો. આ ફીચરથી લોકો સચોટ રીતે દેશ અને વિશ્વને નેવિગેટ અને એક્સપ્લોર કરવામાં મદદ કરશે, જેનાથી તેઓ તેમના ફોન અથવા કમ્પ્યુટરથી સંપૂર્ણ અનુભવ કરી શકશે.
ટેક મહિન્દ્રા સાથે કરી છે પાર્ટનરશિપ
એડવાન્સ મેપિંગ સોલ્યુશન્સ કંપની જેનેસિસ ઇન્ટરનેશનલ અને જે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, કન્સલ્ટિંગ અને બિઝનેસ રિ-એન્જિનિયરિંગ સર્વિસ અને સોલ્યુશન્સની લીડીંગ ટેક મહિન્દ્રા સાથે ગૂગલ સ્ટ્રીટ વ્યૂ ફીચરની કંપનીને ભાગીદારી કરી છે.
આ શહેરમાં સૌથી પહેલાં ફીચરનો કરી શકાશે ઉપયોગ
ગૂગલ સ્ટ્રીટ વ્યૂ ફીચરનો આજથી તો ફક્ત બેંગલુરુમાં જ ઉપોયોગ કરી શકશો. આ બાદ ફીચર હૈદરાબાદ અને કોલકાતામાં ઉપયોગ કરી શકશો. આ બાદ સ્ટ્રીટ વ્યૂનો ચેન્નાઇ, દિલ્હી, પુણે, મુંબઈ, નાસિક, વડોદરા, અહમદનગર, નાસિક અને અમૃતસર સહિત બીજા શહેરમાં આ ફીચર રોલ આઉટ કરવામાં આવશે.