Facebookએ આપ્યો iPhone યુઝર્સને ઝટકો
અચાનક ગાયબ થયું આ શાનદાર ફિચર
હવે યુઝર્સને નહીં મળે આ ફિચર
iOS પ્લેટફોર્મ માટે ફેસબુકનું ડાર્ડ મોડ ઈન્ટરફેસ કથિત રીતે ઘણા યુઝર્સ માટે ગાયબ થઈ ગયું છે. એક રિપોર્ટ અનુસાર iOS માટે Facebookમાં ડાર્ક મોડ ઓપ્શન વગર કોઈ સ્પષ્ટીકરણે ગાયબ થઈ ગયું છે. જોકે આ એક બગ હોવાની સંભાવના છે. ટેક દિગ્ગજે આ મુદ્દાને સ્વીકાર નથી કર્યો.
ડાર્ક મોડ સપોર્ટના અચાનક ગાયબ થવાની ફરિયાદ કરવા માટે ફેસબુક યુઝર્સે માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર જેવા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો સહારો લીધો છે. તેમાં iOSમાં સિસ્ટમ-વાઈડ કાર્ડ મોડ ટોગલ માટે ફેસબુકનું સમર્થન શામેલ છે. સાથે જ આ એપ-ડાર્ક મોડ ટોગલ જે ફેસબુક એપના ‘સેટિંગ’ મેનુમાં ઉપલબ્ધ હતું.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફેસબુક એપમાં સીધા ડાર્ક મોડને મેન્યુઅલ રીતે ઓન કરવાના કોઈ વિકલ્પ પણ નથી. આ કોઈ મોટુ બગ નથી. પરંતુ યુઝર્સને આ એક ઝટકો લાગી શકે છે. ખાસકરીને ત્યારે જ્યારે આઈફોન અથવા આઈપેડ પર સિસ્ટમ-વાઈડ ડાર્ક મોડ સક્ષમ હોય. 2019માં iOS 13ની રિલીઝના ભાગના રૂપમાં iOS માટે સિસ્ટમ-વાઈડ કાર્ડ મોડ સપોર્ટ આવ્યું.
Appleએ સૌથી પહેલા 2019માં iOS 13 રોલ આઉટની સાથે પોતાના iPhone અને iPad પર ડાર્ક મોડ લોન્ચ કર્યું. એક વર્ષ બાદ 2020માં, Metaએ Facebookને વેબ-આધારિત પ્લેટફોર્મ અને તેના Android અને iOS-આધારિત એપ પર આ સુવિધા માટે સમર્થન શરૂ કર્યું.