ઘરે લઇ આવો સોલાર પાર ચાલતું એસી
વીજળી અને પૈસાની કરો બચત
બજારમાં ઉપલબ્ધ છે આ સોલાર એસી
ઉનાળામાં લોકો ગરમીથી લોકો એટલા ત્રાહિમામ પોકારી જાય છે કે આખરે તેઓ ઘરે AC અથવા કુલર લગાવી લે છે. ઈલેક્ટ્રિક બિલ વધુ આવતું હોવાથી અને કિંમત પણ વધુ હોવાને કારણે ઘણા લોકો AC નથી ખરીદતા. જે લોકોના ઘરે પહેલા AC ન હતું તેમના ઘરે સામાન્ય રીતે 1500-2000 બિલ આવતું. પરંતુ AC લગાવ્યા બાદ તેમનું બિલ 3000-5000 વચ્ચે આવી શકે છે. જો કે બિલની જંજટને દૂર કરવા માર્કેટમાં સોલાર AC આવ્યા છે. જી હા, હવે લોકો વધારે બિલની ફરિયાદ નહીં કરે. હાલ બજારમાં સોલાર AC ઉપલબ્ધ છે.
આ પ્રકારના ACનો ઉપયોગ કરીને લોકો પોતાના ઈલેક્ટ્રિક બિલના ખર્ચથી બચી શકે છે. જો કે આવા AC માટે થોડી રિસર્ચ અને સામાન્ય AC કરતા વધારે રૂપિયા ખર્ચવા પડશે. આવો જાણીએ કેટલાક પ્રોડક્ટ્સ વિશે માહિતી.સોલાર એસી પણ સામાન્ય એસી જેવું જ હોય છે. તેનો ઉપયોગ સૌર ઉર્જા એટલે કે સૂર્યપ્રકાશથી કરી શકાય. આ માટે સોલાર પેનલનો ઉપયોગ કરવો પડશે. સોલાર પેનલથી પેદા થતી ઉર્જાની મદદથી AC તમારા ઘરને ઠંડુ રાખશે. જ્યાં તમે માત્ર વીજળી સાથે કન્વર્ટિબલ એર કંડિશનરનો ઉપયોગ કરી શકો છો. તે જ સમયે, તમને સોલર એસી માટે વધુ વિકલ્પો મળે છે.
બજારમાં સોલાર એસી સંબંધિત અમુક જ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. ઈન્ટરનેટ પર કેટલાક સંશોધનમાં કેટલીક વેબસાઇટ્સ મળી આવી છે. આ વેબસાઇટ્સ પર તમને સોલાર એસી વિશે માહિતી મળે છે. અન્ય ACની જેમ સોલાર ACની કિંમત પણ તેની ક્ષમતા પર નિર્ભર કરે છે.સરેરાશ ક્ષમતાવાળા સોલાર AC માટે તમારે 99,000 રૂપિયા ખર્ચવા પડશે. કેનબ્રુક સોલારની વેબસાઈટ અનુસાર, એક ટનની ક્ષમતાવાળા સોલાર ACની કિંમત 99,000 હશે. બીજી તરફ, 1.5 ટનની ક્ષમતાવાળા AC માટે તમારે 1.39 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડશે. આ પ્રકારના AC ખરીદતા પહેલા તમારે થોડું સંશોધન કરવું જોઈએ.