- એન્ડ્રોઇડ મોબાઈલમાં જાગ્યો ફરી વાયરસ
- BRATA નામનો વાયરસનો ફરી થયો હુમલો
- આ વાયરસથી થાય છે બેંકિંગ ફ્રોડ
છેલ્લા કેટલાક સમયથી, BRATA નામનું બેંકિંગ ફ્રોડ ટ્રોજન એન્ડ્રોઇડ વપરાશકર્તાઓને નિશાન બનાવી રહ્યું છે અને તેમના ફોન ડેટા અને બેંક વિગતોની ચોરી કરી રહ્યું છે. સાયબર સિક્યોરિટી ફર્મ ક્લેફીના નવા સિક્યોરિટી રિસર્ચ રિપોર્ટ અનુસાર, આ માલવેરનું નવું વેરિઅન્ટ ગયા વર્ષે ડિસેમ્બરથી ફરતું થઈ રહ્યું છે. તે તમારા સ્માર્ટફોનને ફેક્ટરી રીસેટ કરીને તમામ ડેટાને સાફ કરે છે.
જ્યારે આ વાયરસની પહેલીવાર ખબર પડી ત્યારે જોવામાં આવ્યું કે આ વાયરસ વેબસાઇટ્સ, ગૂગલ પ્લે અને એન્ડ્રોઇડ ડિવાઇસ પર થર્ડ પાર્ટી એપ્સ દ્વારા કામ કરે છે. બાદમાં જોવા મળ્યું કે હેકર્સ વોટ્સએપ જેવી મેસેજિંગ એપ પર મેસેજ મોકલીને પણ લોકોને ફસાવી રહ્યા છે. ઘણી વખત યુઝર્સને એન્ટી સ્પામ એપ ડાઉનલોડ કરવા માટે લિંક મોકલવામાં આવી છે જે ખરેખર સ્પામ છે.
તમને જણાવી દઈએ કે BRATA માલવેરની ઓળખ વર્ષ 2019માં થઈ હતી અને હવે તેના દ્વારા ફરી એકવાર હુમલા શરૂ થઈ ગયા છે. ખરેખર, એન્ડ્રોઇડ સ્માર્ટફોન ઓપન સોર્સ આધારિત છે. આમાં લોકો થર્ડ પાર્ટી એપ્સ ઇન્સ્ટોલ કરે છે જેના દ્વારા આ માલવેર તમારા ફોનને ટાર્ગેટ કરે છે. આ પછી તે સાયબર ફ્રોડ કરે છે. સૌથી મોટી સમસ્યા એ છે કે માલવેરનું આ નવું વેરિઅન્ટ કેવી રીતે કામ કરી રહ્યું છે અને હેકર્સ દ્વારા યુઝર્સને ફસાવવાના માધ્યમો શું છે તેની કોઈ માહિતી નથી. આ બેંકિંગ ટ્રોજન બેંકિંગ એલર્ટના નામે યુઝર્સને લલચાવી રહ્યું છે અને એન્ટી વાઈરસ પ્લેટફોર્મથી પણ બચી રહ્યું છે.