યુઝર સેફ્ટી રિપોર્ટ વોટ્સએપે જાહેર કરી દીધો
વોટ્સએપે 19 લાખથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવ્યો
પૉલિસી અને ગાઈડલાઈન્સ ફૉલો ના કરવાને કારણે પ્રતિબંધ લગાવ્યો
ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ WhatsAppએ મે મહિનામાં અનેક લાખ ભારતીય એકાઉન્ટ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. એપ દર મહિને નવા આઈટી નિયમો હેઠળ રિપોર્ટ રિલીઝ કરી તેની માહિતી આપે છે. મે મહિનાના રિપોર્ટમાં એપે જણાવ્યું છે કે તેમણે પોતાના પ્લેટફોર્મ પર 19 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ એકાઉન્ટ્સ પર પ્લેટફોર્મની ગાઈડલાઈનના ઉલ્લંઘનના કારણે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. નવા રિપોર્ટમાં 1 મે 2022થી 31 મે 2022 સુધીનો ડેટા સામેલ છે.
વોટ્સએપના સ્પોકપર્સને આ મામલે જણાવ્યું, IT Rules 2021 મુજબ અમે મે 2022 માટે લેટેસ્ટ રિપોર્ટ જાહેર કર્યો છે. આ યુઝર સેફ્ટી રિપોર્ટમાં યુઝર્સની ફરિયાદ અને તેના પર લેવામાં આવેલા પગલાની માહિતીનો સમાવેશ થાય છે. આ સાથે વોટ્સએપે જાતે પ્લેટફોર્મના દુરૂપયોગને રોકવા માટે મહત્વના પગલા ઉઠાવ્યા છે.
આની પહેલાના મહિને એટલેકે મેમાં એપે 19 લાખથી વધુ વોટ્સએપ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ પહેલી વખત નથી. જ્યારે વોટ્સએપે એકાઉન્ટ્સ પર પ્રતિબંધ લગાવ્યો હોય. એપ દર મહિને એક યુઝર સેફ્ટી રિપોર્ટ જાહેર કરે છે, જેમાં પ્લેટફોર્મના દુરૂપયોગને રોકવા માટે ઉઠાવવામાં આવેલા પગલાની માહિતી હોય છે.
વોટ્સએપે પહેલા જ સ્પષ્ટ કરી દીધુ છે કે તેના પ્લેટફોર્મ પર કંપનીની પૉલિસી અને ગાઈડલાઈન્સ ફૉલો નહીં કરનારા યુઝર્સ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે છે. એપ એવા યુઝર્સના એકાઉન્ટ પર રોક લગાવે છે, જે ખોટી જાણકારી, ફેક ન્યુઝ અને વણચકાસાયેલ સંદેશા ફોરવર્ડ કરે છે.