- સ્માર્ટ ફોનના વપરાશ પહેલા બ્રાઇટનેશનું સેટિંગ કરો
- દરેક પ્રવૃતિઓ વખત અલગ અલગ પ્રકાશ રાખો
- બ્રાઈટનેસ પર ધ્યાન આપવું જરૂરી છે, નહીં તો થઈ શકે છે આંખોને નુકસાન
સ્માર્ટફોનનો ઘણો ઉપયોગ થવા લાગ્યો છે. તમને દરેક વ્યક્તિ મોટાભાગે મોબાઈલમાં વ્યસ્ત જોવા મળશે. સ્માર્ટફોનએ લોકો માટે સમય પસાર કરવાનો એક માર્ગ બની ગયો છે, પરંતુ વધુ મોબાઇલ સ્ક્રીન જોવી તમારા માટે નુકસાનકારક બની શકે છે. આ સ્ક્રીન પરની ડીસપ્લેના પ્રકાશના કારણે છે. ફોનની ઊંચી બ્રાઇટનેસ તમારી આંખોને અસર કરે છે. તેથી જરૂરિયાત અને બેકગ્રાઉન્ડ પ્રમાણે બ્રાઈટનેસ એડજસ્ટ કરતા રહો.
જો તમે આઉટડોરમાં ફોનનો ઉપયોગ કરો છો તો તમારે તમારા ફોનમાં સંપૂર્ણ બ્રાઈટનેસ રાખવી જોઈએ. નોન-એમોલેડ ડિસ્પ્લેવાળા સ્માર્ટફોનમાં, તેની ભૂમિકા વધુ વધે છે. ફોનમાં એમોલેડ ડિસ્પ્લે ઈટનેસ 80 ટકા હોવી જોઈએ.
વોટ્સએપને કારણે અમારે વારંવાર મેસેજ વાંચવા પડે છે. આ માટે તમારે ફોનની સ્ક્રીન પર જવું પડશે. આ માટે પણ સતત સ્ક્રીન પર જોવું પડે છે અને તેની અસર આંખો પર પડે છે. મેસેજ વાંચતી વખતે તમારે ફોનની બ્રાઈટનેસ 50 ટકા સુધી રાખવી જોઈએ. તેનાથી આંખો પર દબાણ નથી પડતું.
કોઈપણ ગેમિંગ પ્રવૃત્તિ દરમિયાન, ફોનની બ્રાઈટનેસ 40-50 ટકા સુધી રાખવી જોઈએ. નિષ્ણાતોના મતે, ફોનમાં ગેમ રમવમાં આવે છે ત્યારે સ્ક્રીન પર તમારી આંખોની સામે ઘણી અલગ-અલગ ગતિશીલ વસ્તુઓ આવતી રહે છે. આ સિવાય રંગો પણ બદલાતા રહે છે. આ બધા કારણોસર, સ્ક્રીનની બ્રાઇટનેસ પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.